વિદેશી રોકાણકારોનો શેર બજારમાં ઉત્સાહ કેવો રહ્યો ? વાંચો
સતત બે મહિનાના વેચાણ પછી, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો જૂનમાં ફરી એકવાર ભારતીય શેરબજારોમાં ખરીદદાર બન્યા છે. શેરબજારોમાં મજબૂત ઉછાળા વચ્ચે એફપીઆઈએ જૂનમાં રૂ. 26,565 કરોડના શેરની ખરીદી કરી હતી. બજાર પર એમનો ભરોસો યથાવત રહ્યો છે.
વોટરફિલ્ડ એડવાઈઝર્સના ડિરેક્ટર (લિસ્ટેડ ઈન્વેસ્ટમેન્ટ્સ) વિપુલ ભોવરે જણાવ્યું હતું કે, “આગળથી તેમનું ધ્યાન ધીમે ધીમે બજેટ અને વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો તરફ જશે.” ડિપોઝિટરી ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ જૂનમાં ભારતીય શેરબજારમાં ચોખ્ખું રૂ. 26,565 કરોડનું રોકાણ કર્યું હતું.
અગાઉ મે મહિનામાં એફપીઆઈએ ચૂંટણી પરિણામોને લઈને મૂંઝવણ વચ્ચે સ્ટોકમાંથી રૂ. 25,586 કરોડ ઉપાડી લીધા હતા. મોરેશિયસ સાથે ભારતની ટેક્સ સંધિમાં ફેરફાર અને યુએસમાં બોન્ડ યીલ્ડમાં વધારો થવાની ચિંતા વચ્ચે એફપીઆઈએ એપ્રિલમાં રૂ. 8,700 કરોડથી વધુના શેરનું વેચાણ કર્યું હતું. અગાઉ, એફપીઆઈએ માર્ચમાં સ્ટોક્સમાં રૂ. 35,098 કરોડ અને ફેબ્રુઆરીમાં રૂ. 1,539 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું, જ્યારે જાન્યુઆરીમાં તેઓએ રૂ. 25,743 કરોડ પાછા ખેંચ્યા હતા.
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે ભાજપને પોતાના દમ પર બહુમતી ન મળી હોવા છતાં, સ્થિર સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી અને આક્રમક છૂટક ખરીદીને કારણે રાજકીય સ્થિરતા અને બજારોમાં તીવ્ર ઉછાળોએ એફપઈઆઈને ઉત્સાહી બની ગયા છે. જો કે, એફપીઆઈ ખરીદી બજાર અથવા વ્યાપક રીતે ક્ષેત્ર આધારિત હોવાને બદલે થોડા શેરોમાં કેન્દ્રિત છે.
ફિડેલફોલિયોના સ્મોલ કેસ મેનેજર અને સ્થાપક કિસ્લય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “સરકારી સ્થિરતાનો વિશ્વાસ, જીડીપી મોરચે સારો દેખાવ, સ્થિર ગ્રાહક ભાવ સૂચકાંક અને મજબૂત બેંકિંગ ક્ષેત્રની તંદુરસ્તી એફપઈઆઇન પ્રવાહને મજબૂત રાખશે વધુમાં, એફપીઆઈએ 14,955 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.” ડેટા અનુસાર, જૂનમાં ડેટ અથવા બોન્ડ માર્કેટમાં. 2024માં અત્યાર સુધીમાં બોન્ડ માર્કેટમાં FPIનું રોકાણ રૂ. 68,624 કરોડ રહ્યું છે.