દેશના ઇવી માર્કેટમાં કેટલી નોકરીઓ નીકળવાની છે ? કોણે કહ્યું ? વાંચો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશના ઈલેક્ટ્રિક વ્હીકલ માર્કેટને લઈને એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે 2030 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોનું માર્કેટ 20 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા છે અને તેમાં પાંચ કરોડ નોકરીઓનું સર્જન થશે. તેમણે લગભગ અડધા હવા પ્રદૂષણ માટે ટ્રાન્સપોર્ટ સેક્ટરને જવાબદાર ગણાવ્યું હતું. ગડકરી આઠમા ઇવી એક્સપો 2024)માં બોલી રહ્યા હતા. ઇવી ફાઇનાન્સ માર્કેટ 2030 સુધીમાં રૂ. 4 લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા છે.

ગડકરીએ કહ્યું કે અશ્મિભૂત ઇંધણ દેશમાં ઘણી સમસ્યાઓ સર્જી રહ્યું છે. તેમણે કહ્યું કે અમે 22 લાખ કરોડ રૂપિયાના અશ્મિભૂત ઇંધણની આયાત કરીએ છીએ, આ એક મોટો આર્થિક પડકાર છે. અશ્મિભૂત ઇંધણની આ આયાત આપણા દેશમાં ઘણી સમસ્યાઓ ઊભી કરી રહી છે. અત્યારે દેશમાં ઘણી નોકરીઓની જરૂર છે અને લખો યુવકો બેકાર ફરી રહ્યા છે. એમને ઘર ચલાવવા માટે મદદની જરૂરઓ છે અને કામની
સરકાર ગ્રીન એનર્જી પર ફોકસ કરી રહી છે કારણ કે દેશની 44 ટકા પાવર બાસ્કેટ સોલાર એનર્જી છે. તેમણે કહ્યું કે હાઇડ્રો પાવરમાંથી ગ્રીન એનર્જીના વિકાસ, ત્યારબાદ સૌર ઉર્જા અને બાયોમાસમાંથી ગ્રીન પાવરને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
દેશને એક લાખ ઇલેક્ટ્રિક બસની જરૂર
ગડકરીએ ઇલેક્ટ્રિક બસોની અછતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશને એક લાખ ઈલેક્ટ્રિક બસોની જરૂર છે પરંતુ ક્ષમતા 50,000 બસોની છે. તેમણે ઓટો કંપનીઓને ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના તેમની ફેક્ટરીઓનું વિસ્તરણ કરવાની અપીલ કરી અને કહ્યું કે આવું કરવાનો આ યોગ્ય સમય છે. જ્યારે ગડકરીએ 2014માં પરિવહન મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે દેશના ઓટોમોબાઈલ ક્ષેત્રનું કદ રૂ. 7 લાખ કરોડ હતું અને આજે તે રૂ. 22 લાખ કરોડ છે.