સેબીના પૂર્વ ચેરમેન માધબી બુચ કેવી રીતે આવ્યા મુશ્કેલીમાં ? શું થયું ? વાંચો
મુંબઈની વિશેષ એસીબી કોર્ટે શનિવારે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના કેસમાં સેબીના પૂર્વ ચેરમેન માધવી પુરી બુચ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને સેબીના ટોચના અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે 30 દિવસમાં કેસ સાથે સંબંધિત સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ આપ્યો હતો.
વિશેષ એસીબી કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, ‘દસ્તાવેજો પરની સામગ્રી અને સમીક્ષા કર્યા બાદ કોર્ટને લાગ્યું છે કે, ‘આરોપોમાં કોગ્નિઝેબલ ગુનાનો ખુલાસો થયો છે, તેથી તપાસની જરૂર છે. નિયમનકારી ભૂલો અને મિલીભગતના પ્રથમદર્શી પુરાવા છે, જેની નિષ્પક્ષ તપાસ કરવાની જરૂર છે. કાયદાના અમલીકરણ અને સેબીની નિષ્ક્રિયતાના કારણે કલમ 153(3) હેઠળ ન્યાયિક હસ્તક્ષેપની જરૂર છે.
હિન્ડનબર્ગના રિપોર્ટમાં અદાણી જૂથના શેર્સમાં ગેરરીતિ થઈ હોવાના આરોપમાં સેબીના વડા માધબી પુરી બુચ અને તેમના પતિની પણ સંડોવણી હોવાનો આરોપ મૂકાયો હતો. જો કે, માધબી પુરી બુચ સતત આ આરોપોને નકારી રહ્યા છે.