Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

હાથરસ દુર્ઘટના : પીડિતોના ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી, ગળે મળીને પરિવારને સાંત્વના આપી

Fri, July 5 2024


ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં 2 જુલાઈના રોજ એક કરુણ ઘટના બની હતી. સિકન્દ્રારાઉ વિસ્તારના ફુલરાઈ ગામમાં આયોજિત એક સત્સંગમાં થયેલી નાસભાગને કારણે 130 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.ત્યારે aaj રોજ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી શુક્રવારે હાથરસ નાસભાગમાં જીવ ગુમાવનારા પીડિતોના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી. રાહુલ ગાંધી દિલ્હીથી રોડ માર્ગે વહેલી સવારે અલીગઢના પીલખાના પહોંચ્યા હતા. અહીં તેઓ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને મળ્યા હતા.

દુર્ઘટનાના શોકગ્રસ્ત પરિવારોને મળ્યા બાદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, ‘આ એક દુ:ખદ અકસ્માત છે. અનેક પરિવારોને નુકસાન થયું છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. વહીવટનો અભાવ છે અને ભૂલો પણ થઈ છે. અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય વળતર મળવું જોઈએ. હું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને ઉદારતાથી વળતર આપવા વિનંતી કરું છું. જલદી વળતર મળવું જોઈએ.

પીડિત પરિવારોને શક્ય તમામ મદદ કરીશુંઃ રાહુલ ગાંધી

શુક્રવારે સવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અલીગઢના અકરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના પીલખાના ગામ પહોંચ્યા અને મૃતક મંજુના પરિવારજનો, તેના છ વર્ષના પુત્ર પંકજ અને હાથરસ સત્સંગની શાંતિ દેવી અને પ્રેમવતીના અન્ય પરિવારજનોને સાંત્વના આપી. અકસ્માત આ ઘટનાને દુ:ખદ ગણાવતા રાહુલ ગાંધીએ પીડિત પરિવારને સાંત્વના આપી સાથે મૃતક મંજુની સાસુને ખાતરી આપી કે તેઓ તેમના સ્તરેથી દરેક શક્ય મદદ કરશે અને કહ્યું કે હવે તેઓ એક તબક્કે છે. જ્યાં પીડિત પરિવારોની લડાઈ લડવાની સાથે તેમની સરકાર તમામ શક્ય મદદ કરશે.

હાથરસ નાસભાગ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં આયોજક સમિતિ સાથે સંકળાયેલા છ સેવાદારની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના મુખ્ય આયોજક-મુખ્ય સેવકની ધરપકડ કરવા માટે 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા લોકોમાં ઉપેન્દ્ર, મંજુ યાદવ, મુકેશ કુમારનો સમાવેશ થાય છે. ઘટના અંગે અલીગઢના આઈજી શલભ માથુરે જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ અને ધરપકડ કરવા માટે ઝોન સ્તરે તમામ જિલ્લાઓમાં એસઓજીની ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમજ સ્થળ પરથી મળેલા પુરાવાઓને તપાસનો ભાગ બનાવવામાં આવી રહ્યા છે.

ધરપકડ કરાયેલા લોકોએ જણાવ્યું છે કે બાબાના પગની રજ લેવાથી ઘણી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. ધરપકડ કરાયેલા લોકોએ જણાવ્યું કે તેઓ નોકર તરીકે કામ કરે છે, સમિતિના અધ્યક્ષ અને સભ્યો છે. જો બાબાનું નામ ચર્ચામાં આવશે તો તે મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડ્યે બાબાની પૂછપરછ કરવામાં આવશે.

આઈજીએ કહ્યું કે તમામ મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આઈજી શલભ માથુરે કહ્યું કે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 105, 110, 126(2), 223 અને 238 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પીડિત પરિવારોએ રાહુલને મળ્યા બાદ આ વાત કહી

રાહુલ ગાંધીની મુલાકાત બાદ પીડિત પરિવારના એક સભ્યએ કહ્યું, રાહુલ ગાંધીએ પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું? મેં તેને કહ્યું કે ચાલતી વખતે લોકો બાબાના પગની ધૂળ લેવા માટે દોડ્યા હતા. જે બાદ તેઓ એકબીજા સાથે અથડાઈને એકબીજાની ઉપર પડ્યા હતા. જ્યારે મારી માતા ઘરે ન આવી, ત્યારે અમે તેને શોધવા ગયા, અને ત્યાં કાદવમાં લથપથ મૃતદેહો હતા.

Tags:

HathrasHathras StampedeHathras TragedyRAHUL GANDHIUttar Pradesh

Share Article

Other Articles

Previous

રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે જયેશ બોઘરા અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટની નિમણૂક

Next

ટીમ ઈન્ડિયાના જીતના જશ્ન દરમિયાન ઘણા ક્રિકેટ ચાહકોની તબિયત બગડી, 10ને હોસ્પિટલ ખસેડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
9 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે સરકારી બસોમાં મુસાફરી થશે મોંધી : નવા વર્ષે એસ.ટી.ના મુસાફરોને ભાવ વધારાનો ડામ: આજે મધરાતથી ભાડામાં 3 ટકાનો વધારો
11 કલાક પહેલા
રાજકોટમાં કમોસમી વરસાદને કારણે આજે (31 ડિસેમ્બરે) રેસકોર્સમાં ચાલતી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા મોકુફ
12 કલાક પહેલા
ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
13 કલાક પહેલા
2025ના છેલ્લા દિવસે ભર શિયાળામાં માવઠું: પોરબંદર,પડધરી, ધોરાજી બાદ રાજકોટ શહેરમાં પણ કમોસમી વરસાદ
13 કલાક પહેલા
Categories

નેશનલ

2767 Posts

Related Posts

પાકિસ્તાની નાગરિકો માટે પાછા જવાના અંતિમ દિવસે અટારી બોર્ડર પર કેવો માહોલ ? વાંચો
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
રાજકોટ : સવા વર્ષ પૂર્વે કરેલા આપઘાતના પ્રયાસમાં બચી ગયેલા વૃધ્ધાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
ગૌતમ અદાણીની મુશ્કેલીમાં વધારો : હવે SEBI પણ અમેરિકા લાંચ કેસ મામલે તપાસ કરશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Kangana Ranaut: માનહાનિ કેસમાં કંગનાને ઝટકો,કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થવાની અરજી ફગાવી
Entertainment
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર