રિટર્નમાં “સોનું” ચમકયું:રોકાણકારોને 20 વર્ષમાં 15 ગણું વળતર આપ્યું
વર્ષ 2004માં 10 ગ્રામ સોનાનો ભાવ 5850 હતો અને આજે 2025માં 10 ગ્રામ સોનું 87,000માં મળે છે: એક દિવસ 700રૂ.ના વધારા સાથે 87 હજારની સપાટીને પાર:90,000 સુધી આ વર્ષે પહોંચશે પીળી ધાતુ

પાંચ ફેબ્રુઆરીએ એક દિવસમાં સોનુ 10 ગ્રામે ₹700 મોંઘું થયું હતું. ગઈકાલે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં જબરો ઉછાળો આવ્યો હતો અને 10 ગ્રામ સોનાનો ભાવ 27500 એ પહોંચી સર્વોચ્ચ સપાટીએ આવી ગયું હતું. જ્યારે ચાંદીના ભાવમાં પણ ૧૭૦૦ રૂપિયા જેટલો વધારો થઈને એક કિલોનો ભાવ 95,421 થયો હતો.
4 ફેબ્રુઆરીને બંધ બજાર થયા પહેલા સોનાના ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો હતો ત્યારબાદ ગઈકાલે માર્કેટ શરૂ થતા સાથે જ ભાવમાં સતત વધારા સાથે સર્વોચ્ચ સપાટીએ પહોંચી 87,000 ની સપાટી પાર કરી ગયું છે.બુલિયનના જાણકારોનાં મત અનુસાર આ વર્ષ દરમિયાન સોનુ હજુ પણ મોંઘુ થાય તેવી શક્યતાની નકારી શકાય નહીં તેમના પ્રતિભાવ અનુસાર આ વર્ષ દરમિયાન ₹90,000 ની સપાટીને પાર કરે તેવી પ્રબળ શકયતા દર્શાવી હતી.
બેંકમાં 14 વર્ષે 4 ગણું અને ગોલ્ડમાં 15 ગણાથી વધુ વળતર છૂટ્યું
વર્ષ 2004માં સોનાનો ભાવ 10 ગ્રામનો 5850 હતો,જ્યારે આજે વર્ષ 2025ની શરૂઆતમાં દસ ગ્રામ સોનાનો ભાવ 87,700 છે, 20 વર્ષમાં સોનાના રોકાણમાં 15 ગણું વળતર રોકાણકારોને મળ્યું છે,જે બેંકના વ્યાજ દર કરતા પણ અનેક ગણું વધારે કહી શકાય, બેંકમાં સાત વર્ષે ડબલ વ્યાજ અને 14 વર્ષે ચાર ગણું વ્યાજ રોકાણ પર મળે છે જેને સરખામણીએ ગોલ્ડમાં 15 વર્ષમાં 2004 થી લઈને 2025 સુધીમાં 15 ગણું વ્યાજ વધુ મળ્યું છે.
સતત ભાવ વધતાં ઝવેરીઓએ સ્ટોકમાં બ્રેક લગાવી
ટેરીફની અટકળો વચ્ચે સોનાના ભાવની સપાટી વધી રહી છે. છેલ્લા એક જ સપ્તાહથી સોનાના ભાવ આસમાને પહોંચ્યા હોય હાલની પરિસ્થિતિમાં બજારમાં રિટેલરમાં માંગ ઓછી થઈ ગઈ છે,તો હોલસેલમાં ઝવેરીઓએ સ્ટોક કરવાનું અટકાવી દીધું હોવાનું સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું.જેનાં લીધે ઓર્ડરોની સાયકલ ખોરવાઈ ગઈ છે.