કેજરીવાલે કોના માટે કઈ યોજનાની જાહેરાત કરી ? વાંચો
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને નવી યોજનાની જાહેરાત કરી હતી. . તેમણે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પૂજારી અને ગ્રંથી સન્માન યોજનાની જાહેરાત કરી હતી. આમ હિન્દુ અને સિખ કોમના મત પર નજર રાખી છે. આમ કેજરીવાલ દરરોજ કોઈ નવી જાહેરાત કરી રહ્યા છે. એમની નજર મત પર નજર કેજરીવાલે કહ્યું કે, આ પૂજારી અને ગ્રંથી સન્માન યોજના હેઠળ દર મહિને પૂજારીઓને 18,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, દેશમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે. આ યોજના માટે આજથી જ એટલે કે મંગળવારથી રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે.
આ યોજના કનોટ પ્લેસથી શરૂ થશે. કનોટ પ્લેસમાં હનુમાન મંદિરની મુલાકાત લઈને રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે,જો ભાજપે આ યોજનાને રોકવાનો પ્રયાસ કર્યો તો તે પાપ ગણાશે.
એમણે વધુમાં કહ્યું કે પૂજારી અને ગ્રંથીઓ સમાજની સેવા કરતા આવ્યા છે. આજ સુધી તેની તરફ કોઈએ ધ્યાન આપ્યું નથી. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો અમે પૂજારીઓ અને ગ્રંથીઓને 18,000 રૂપિયા માસિક પગાર આપીશું. . હું ભાજપને વિનંતી કરું છું કે, પૂજારીઓ અનેગ્રંથીઓની નોંધણીમાં અવરોધો ન ઉભો કરે. આ નોંધણી પ્રક્રિયા બંધ કરશો નહીં. જો ભાજપ આ યોજનાને રોકવાનો પ્રયાસ કરશે તો તેઓને પાપ લાગશે.