Election Result 2024 : પરિણામ આવે તે પહેલા જ કોંગ્રેસના આ 2 દિગ્ગજોએ હાર સ્વીકારી ?
લોકસભાની 542 બેઠકોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. પોસ્ટલ બેલેટની પ્રથમ ગણતરી કરવામાં આવી હતી. હવે ઈવીએમથી મત ગણતરી શરૂ થઈ ગઈ છે. આગામી કલાકોમાં નવી સરકારની સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ શકે છે. ગત 16 માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થઈ અને ત્યારથી લઈ અત્યાર સુધીમાં આ ચૂંટણી અનેક રીતે યાદગાર બની છે. જો કે આ 80 દિવસો દરમિયાન અનેક રાજકીય ઉતાર ચડાવ આવ્યા છે. હાલ મત ગણતરી ચાલુ છે ત્યારે મતગણતરી પૂર્ણ થાય અને પરિણામ આવે તે પહેલા જ કોંગ્રેસના 2 ઉમેદવારે હાર સ્વીકારી છે.
વાત કરીએ નવસારી બેઠકની તો ત્યારે ભાજપના ઉમેદવાર સી.આર પાટિલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઇ મેદાનમાં ઉતર્યા હતા ત્યારે પરિણામ જાહેર થાય તે પહેલા જ નૈષધ દેસાઇએ હાર સ્વીકારી છે. નૈષધ દેસાઈએ ભાજપની મહેનતના વખાણ કરતા કહ્યું કે, આ વખતે પણ ભાજપની મહેનત સારી હતી. અમારી પાસે કેટલીક જગ્યા યુવા કાર્યકરોનો અભાવ રહ્યો છે. જ્યાં ભાજપે સારો લાભ લીધો છે.
ગાંધીનગરના કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે હાર સ્વીકાર
લોકસભાના પરિણામ ટૂંક સમયમાં નક્કી થશે ત્યારે ગાંધીનગરથી કોગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે પરિણામ પહેલા હાર સ્વીકારી છે. સોનલ પટેલ અનેક વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ અગાઉ કોંગ્રેસ મહિલા પ્રમુખનું પદ સંભાળી ચૂકયા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પણ તેઓ લડી ચુક્યા છે. તેમનું કાર્યક્ષેત્ર નારણપુરામાં રહેલુ છે. અત્યારે મહારાષ્ટ્રના પ્રભારી તરીકે સોનલ પટેલ કામ કરી રહ્યા છે. સોનલ પટેલ હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે કાર્યરત છે.