કોંગ્રેસને વધુ એક ઝટકો.. જાણો કયાંના ઉમેદવારે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું ??
હાલ સમગ્ર ભારતમાં લોકસભાની ચુંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. હજુ થોડા સામે પહેલા જ ભાજપે સુરતની બેઠક બિનહરીફ જીતી લીધી હતી. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા હતા અને કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. ત્યારે હવે ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બામે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. એટલું જ નહીં કોંગ્રેસ છોડીને અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ જાણકારી આપી છે.
કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બામ સોમવારે બીજેપી ધારાસભ્ય રમેશ મેન્ડોલા સાથે કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને પોતાનું નામ પાછું ખેંચ્યું છે. આવી સ્થિતિમાં ઈન્દોરમાં ભાજપના ઉમેદવાર શંકર લાલવાણી માટે કોઈ મોટો પડકાર નથી. અગાઉની વિધાનસભા ચૂંટણીમાં અક્ષયે સીટ નંબર ચાર પરથી ટિકિટ માંગી હતી. પરંતુ, કોંગ્રેસે તેમને ત્યારે ટિકિટ આપી ન હતી. કોંગ્રેસે તેમને લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા હતા.
ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય અક્ષય કાંતિ બમ સાથે સેલ્ફી પડાવી કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, ‘ઈન્દોર બેઠકથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.’
પોલીસે કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બામના 17 વર્ષ જૂના કેસમાં નામાંકનના દિવસે હત્યાના પ્રયાસની કલમ ઉમેરી હતી. અક્ષયે એફિડેવિટમાં તેનો ઉલ્લેખ કર્યો ન હોવાના આધારે ભાજપે બામના નામાંકનને નકારવાની માંગ કરી હતી. પરંતુ, જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ સિંહે ભાજપના વાંધાને ફગાવી દીધો હતો. આ કેસમાં બામને 10 મેના રોજ કોર્ટમાં હાજર થવાનું છે.
બીજેપી મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ઈન્દોરમાં કોંગ્રેસ ઉમેદવાર વગર રહી ગઈ છે. કોંગ્રેસના ઉમેદવાર ડો.અક્ષય કાંતિ બામે ઉમેદવારી પાછી ખેંચી હતી. આ વખતે ભાજપે 400 પાર કર્યો, કોંગ્રેસ ચૂંટણી પહેલા જ હારી ગઈ.