2 એપ્રિલથી અમેરિકામાં આયાતી ગાડીઓ અને ઓટો પાર્ટ્સ પર 25 ટકા ટેરિફ અમલી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી કાર અને ઓટો પાર્ટ્સ પર 2 એપ્રિલથી 25% ટેરિફ લાદવાની જાહેરાત કરતા વૈશ્વિક સ્તરે ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં હડકંપ મચી જવા પામ્યો છે. ટ્રમ્પના આ નિર્ણયને પગલે ગાડીઓ અને ઓટો પાર્ટ્સ મોંઘા થવાનો, ઉત્પાદન ઘટવાનો, ઉત્પાદકોનો નફો ઘટવાનો તેમજ ગ્લોબલ સપ્લાય ચેન ખોરવાઈ જવાનો ખતરો સર્જાયો છે. ટ્રમ્પના આ એલાનનો અમેરિકામાં ગાડીઓ અને ઓટો પાર્ટ્સ ની નિકાસ કરતા યુરોપિયન યુનિયન અને નોર્થ અમેરિકાના રાષ્ટ્રો તથા જાપાન જેવા અમેરિકાના મિત્ર રાષ્ટ્રએ પણ વિરોધ કર્યો છે અને વળતા ટેરીફ લાગવાની ધમકી આપતા ગ્લોબલ ટેરિફ વોર ફાટી નીકળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
અમેરિકા દર વર્ષે 240 મિલિયન ડોલર ની કિંમતની ગાડીઓ તથા હળવા ટ્રક અન્ય દેશોમાંથી આયાત કરે છે. તેમાં મોટો હિસ્સો મેક્સિકો,જાપાન,અને સાઉથ કોરિયાનો છે. એ જ રીતે અમેરિકા દર વર્ષે મેક્સિકો, ચીન અને કેનેડા જેવા દેશો પાસેથી 197 બિલિયન ડોલરની કિંમતના ઓટો પાર્ટ્સ ખરીદે છે.
નોંધનીય છે કે વિદેશની ગાડીઓ અને ઓટો પાર્ટ્સ પર ટેરિફ લગાવવાના વચનનો ટ્રમ્પે તેના ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કર્યો હતો. બુધવારે આ નિર્ણય જાહેર કરતી સમયે તેમણે કહ્યું કે આ ટેરીફને કારણે અમેરિકા અગાઉ ક્યારેય ન જોયો હોય તેવો વિકાસ હાંસિલ કરશે. તેમના આ નિર્ણયને કારણે અમેરિકામાં ઘર આંગણે કાર ઉત્પાદન વધવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ નિર્ણયને કારણે અમેરિકાને વાર્ષિક 100 બિલિયન ડોલરની વધારાની આવક થશે તેવું તેમણે જણાવ્યું હતું.
ટ્રમ્પના આ પગલાંને કારણે ગ્લોબલ સપ્લાય ચેન ખોવાઈ જવાની ભીતિ છે.બીજી તરફ જો ઉત્પાદકો વધારાના ટેરીફ ની બધી કિંમત ગ્રાહકો ઉપર નાખે તો અમેરિકામાં અત્યારે સરેરાશ 49000 ડોલરની કિંમતમાં મળતી ગાડીઓની કિંમતમાં 12,500 નો વધારો થશે.
આ ગાડીઓ સામાન્ય રીતે મધ્યમ વર્ગના ખરીદ લોકો ખરીદતા હોવાથી આવા જંગી વધારાને કારણે ગાડીઓની માંગમાં તરખમ ઘટાડો થવાની સંભાવના છે.
અનેક રાષ્ટ્રોએ સામેવબાંયો ચડાવી
યુરોપિયન યુનિયને ટ્રમ્પના નિર્ણયનો સખત વિરોધ કર્યો હતો. તેના પ્રવક્તા કહ્યું કે આ પગલાની અસરોનો ભોગ ગ્રાહકો બનશે. સપ્લાય ચેન વિખેરાઈ જશે. અને અર્થતંત્ર ઉપર વિપરીત અસરો પડશે. તેમણે કહ્યું કે
યુરોપિયન યુનિયનના હિતો સચવાય તે રીતે આ સમસ્યાનો સામનો કરવાનું આયોજન થઈ રહ્યું છે. યુરોપિયન યુનિયને અમેરિકાના સ્પીરીટ ઉપર 50% લગાવવાની ધમકી પણ આપી દીધી હતી. કેનેડાના વડાપ્રધાન માર્ક કેરનીએ કહ્યું કે આ તો કેનેડા ઉપર નો સીધો હુમલો છે. તેમણે કહ્યું” અમે અમારા કર્મચારીઓ અમારી કંપનીઓ અને અમારા દેશનું રક્ષણ કરીશું.”
જાપાનના વડાપ્રધાન સીજેરૂ ઇસીમા કહ્યું કે અમે અમેરિકામાં રોકાણ કરીએ છીએ, સૌથી વધારે પગાર આપીએ છીએ. અમેરિકાએ બધા દેશોને એક લાકડીએ ન હાંકવા જોઈએ. તેમણે વળતો ટેરીટ નાખવાનો વિકલ્પ ખુલ્લો હોવાનું જણાવ્યું હતું.
ઓટો ઇન્ડસ્ટ્રીઝના શેર ગગડયા
ટ્રમ્પની જાહેરાત બાદ ભારતમાં ટાટા મોટર્સ ના શેર ના ભાવમાં 6.31% નો પ્રારંભિક ઘટાડો નોંધાયો હતો. જનરલ મોટર્સના શેર માં 3.1%, જાપાનની કંપની ટોયોટો ના શેરમાં 3.5 ટકા, નિસાનના 2.5% હોન્ડાના શેરમાં 3.1% ઘટાડો થતા શેર માર્કેટમાં હડકંપ મચી ગયો હતો. Mitsubishi મોટર્સના શેરમાં 4.5 ટકા, મઝદાના શેર 5.9 ટકા અને સુબારુંના શેરની કિંમત 6.1% સુધી ગગડી ગઈ હતું સાઉથ કોરિયાની કંપની
હ્યુડાનીના શેરની કિંમતમાં 2.7% નો ઘટાડો નોંધાયો હતો.