મોદી પોતાની નિવૃતિની ચર્ચા કરવાનાગપુર ગયા હોવાનો રાઉતનો દાવો
ફડણવીસે કહ્યું,” 2029માં પણ મોદી જ વડાપ્રધાન”
વડાપ્રધાન મોદીની નાગપુર ખાતે આર એસ એસ ના મુખ્યાલયની મુલાકાત સપ્ટેમ્બરમાં તેમની નિવૃતિ અંગે ચર્ચા કરવાનો હતો એવો દાવો શિવસેના ( યુબીટી)ના નેતા સંજય રાઉતે કર્યો હતો.જો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણ વિશે રાઉતન એ દાવાને બકવાસ ગણાવી 2019 માં પણ ફરી એક વખત મોદી જ વડાપ્રધાન બનશે તેવો જવાબ આપ્યો હતો.
રાઉતે કહ્યું હતું કે સપ્ટેમ્બર મહિનામાં મોદી 75 વર્ષ ના થઈ જશે અને ભાજપમાં 75 વર્ષથી મોટી કોઈ વ્યક્તિ પ્રધાનમંત્રી શકે તેવી નિયમ છે.આ સંજોગોમાં તેઓ તેમના નિવૃત્તિના આયોજન અંગે ચર્ચા કરવા આરએસએસના વડા મોહન ભાગવતને મળ્યા હતા તેઓ દાવો રાઉતે કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી બન્યા બાદ 11 વર્ષ સુધી મોદી આરએસએસ ના વડા મથકે નહોતા ગયા. પણ હવે આરએસએસ ઈચ્છે છે કે દેશના સુકાની અને ભાજપના પ્રમુખ બદલાવા જોઈએ. તેમણે ઉમેર્યું કે એ ચર્ચા કરવા માટે જ આરએસએસ એ મોદીને નાગપુર બોલાવ્યા હતા
જો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે રાઉતના આ દાવાને હસી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે આપણી સંસ્કૃતિમાં પિતા હયાત હોય ત્યારે તેમના અનુગામીની કોઈ ચર્ચા ન કરવાની પરંપરા છે. હયાત પિતાની હાજરીમાં અનુગામીની વાતો કરવી એ મોગલ સંસ્કૃતિ છે. તેમણે ઉમેર્યું કે 2019 માં પણ મોદી જ વડાપ્રધાન બનશે. ભાજપના એક પ્રવક્તાએ પણ કહ્યું હતું કે 75 વર્ષ પછી પ્રધાન ન બની શકે તેવો કોઈ નિયમ નથી. હાલના પ્રધાનમંડળમાં પણ જીથીનકુમાર માઝી 79 વર્ષના છે