યામાહા આર15એમ બાઇક લોન્ચ, બજાજ અને હીરો સ્પેન્ડરને આપશે ટક્કર
યામાહા આર15એમ કાર્બન ફાઈબર પેટર્ન બાઇક લોન્ચ થઇ છે. આ બાઇક પ્રીમિયમ R1M કાર્બન બોડીવર્ક જેવી જ કાર્બન ફાઇબર પેટર્ન ધરાવે છે. નવી બાઇક દેશના તમામ યામાહા શોરૂમમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. અગાઉ, યામાહાએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024માં તેની R15M બાઇકની કાર્બન ફાઇબર પેટર્ન એડિશન રજૂ કરી હતી.
યામાહ આર15એમ બાઈકના ફ્રન્ટ કાઉલ, સાઇડ ફેરિંગ અને રિયર સાઇડ પેનલના ફ્લેક્સ પર નવી કાર્બન ફાઇબર પેટર્ન સાથે એક નવી ડિઝાઇનમાં ફેરફાર જોવા મળે છે. કાર્બન ફાઇબર પેટર્નવાળી R15M બાઇકની રોડ પ્રેઝન્સ સુધારવા માટે, યામાહાએ વર્લ્ડ ક્લાસ ફિનિશિંગ માટે વોટર-ડિપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.
નવા અવતારમાં Yamaha R15M બાઇકના એન્જિન સેટઅપમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલાની જેમ, આ બાઇક 155cc ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન સાથે આવે છે. યામાહા આર15એમ કાર્બન ફાઈબર પેટર્ન બાઈકની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 2.08 લાખ રૂપિયા છે. મેટાલિક ગ્રે ઓપ્શનમાં યામાહા R15M બાઇક 1,98,300 રૂપિયા એક્સ શો રૂમ કિંમત પર ઉપલબ્ધ છે.