એઆઇ ફીચર્સ સાથે દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ
ટોરોલાએ પોતાનો પહેલો એઆઈ સંચાલિત સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. મોટોરોલા એજ 50 પ્રો કંપનીનો નવો સ્માર્ટફોન છે. કંપનીનું કહેવું છે કે Pantone – વેલિડેશન સાથેનો આ વિશ્વનો પહેલો સ્માર્ટફોન છે અને તેમાં ઘણા એવા ફીચર્સ છે જે ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર ઓફર કરવામાં આવી રહ્યા છે. આ ફોનમાં એઆઇ-સંચાલિત પીઆર-ગ્રેડ કેમેરા અને પેન્ટોન સ્કિનટોન-વેલિડેટેડ ડિસ્પ્લે છે.
મોટોરોલા એજ 50 પ્રોના 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 31,999 રૂપિયા છે. આ સ્માર્ટફોન 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સાથે 35,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનનું વેચાણ ફ્લિપકાર્ટ પર 9 એપ્રિલથી શરૂ થશે. આ હેન્ડસેટને એચડીએફસી કાર્ડ યુઝર્સ સાથે 2,250 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આ ઉપરાંત ફોન પર 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
Motorola Edge 50 Pro સ્માર્ટફોનને મૂન લાઇટ પર્લ, લક્સ લવંડર અને બ્લેક બ્યૂટી કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેનું વજન 186 ગ્રામ છે. Edge 50 પ્રોનું મૂન લાઇટ પર્લ વેરિઅન્ટ હાથથી બનાવેલી ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવ્યું છે.