એઆઈથી દુનિયામાં શું થશે નુકસાની ? વાંચો
- કેટલી નોકરીઓ છીનવાશે ?
અત્યારે દેશમાં અને દુનિયામાં એઆઈની ભારે ચર્ચા રહી છે અને બધા દેશ તેનો ઉપયોગ કરવા માંગે છે ત્યારે આઈએમએફના એક અહેવાલમાં એવી ચિંતાજનક આગાહી કરવામાં આવી છે કે એઆઈને લીધે દુનિયામાં આગામી સમયમાં 40 ટકા જેટલી નોકરીઓ છીનવાઇ શકે છે.
અહેવાલમાં એમ જણાવાયું છે કે ઊભરતી માર્કેટ અને ઓછી આવક ધરાવતા દેશો કરતાં એડવાંન્સ અર્થતંત્રો સામે ઋણના પ્રશ્નો વધુ દેખાઈ રહ્યા છે. સમગ્ર સ્થિતિ જોતાં એવું લાગે છે કે એઆઈ ઓવરઓલ અસમાનતામાં વધારો કરશે અને ભારે ચિંતા પેદા કરી શકે છે. ટેક્નોલોજી વધારે સોશ્યલ ટેન્શન ઊભા કરે તે પહેલા નીતિનિર્માતાઓએ તેને અટકાવવાનું રહશે.
આઈએમએફના મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું છે કે દુનિયાના હાઇઅર્નર લોકોને ટેકનોલોજી કેવી રીતે હેલ્પ કરે છે તેના પર આવકની અસમાનતાનો આધાર રહેશે. બનવાનું છે એવું કે વધુ આવક ધરાવતા કામદારો દ્વારા વધુ ઉત્પાદકતા થશે તો વેલ્થ ગેપ વધી જશે અને અસમાનતા વધી જશે.
આવી બધી સ્થિતિને કારણે એડવાંન્સ અર્થતંત્રો ધરાવતા દેશોમાં તો 60 ટકા જેટલી નોકરીઓ ઓછી થવાનું જોખમ રહે છે. ઓછી આવક ધરાવતા દેશો અને ઊભરતા દેશોમાં એટલી બધી નોકરીઓ જવાની નથી. એઆઈનો ઉપયોગ મીડિયામાં પણ વધી જવાનો છે અને અનેકની નોકરીઓ છીનવાઇ જવાની છે.