Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટેક ન્યૂઝ

કૃત્રિમ સૂર્યની દિશામાં ડ્રેગનની મોટી છલાંગ વિશ્વનું સૌથી મોટું સુપરકંડક્ટિંગ ચુંબક તૈયાર

Wed, July 29 2026

ફ્યુઝન ઊર્જાથી 2030 આસપાસ અમર્યાદ શુદ્ધ  વીજ ઉત્પાદનનું ચીનનું મહત્વાકાંક્ષી લક્ષ્ય

ચીને કૃત્રિમ સૂર્ય (આર્ટિફિશિયલ સન) બનાવવાના પોતાના મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમમાં મોટી સફળતા હાંસલ કરતાં વિશ્વનું સૌથી મોટું સુપરકન્ડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટ તૈયાર કરી તેનું સફળ પરીક્ષણ કર્યું છે. 582 ટન વજન ધરાવતું અને 21 મીટર લાંબું તથા 12 મીટર પહોળું આ ડી:આકારનું મેગ્નેટ ન્યૂક્લિયર ફ્યુઝન દ્વારા સ્વચ્છ અને લગભગ અમર્યાદિત ઊર્જા ઉત્પન્ન કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચીનની એકેડેમી ઓફ સાયન્સીસના ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝ્મા ફિઝિક્સે વિકસાવેલા આ મેગ્નેટને કારણે ચીન 2030 આસપાસ ફ્યુઝનથી વીજ ઉત્પાદન શરૂ કરવાના પોતાના લક્ષ્ય તરફ વધુ એક પગલું આગળ વધ્યું છે.

આ મેગ્નેટ અત્યંત ઊંચા ચુંબકીય ક્ષેત્રનું સર્જન કરીને લગભગ 100 મિલિયન ડિગ્રી સેલ્સિયસ તાપમાને પહોંચેલા પ્લાઝ્માને રિએક્ટરની દિવાલોને સ્પર્શ કર્યા વિના નિયંત્રિત રાખે છે. આ સાથે વૈજ્ઞાનિકોએ હાઇ:ટેમ્પરેચર સુપરકન્ડક્ટિંગ સેન્ટ્રલ સોલેનોઇડ કોઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે, જેને ફ્યુઝન રિએક્ટરનું ‘હૃદય’ ગણવામાં આવે છે. તે કારના સ્પાર્ક પ્લગની જેમ પ્લાઝ્માને પ્રજ્વલિત કરી ફ્યુઝન પ્રક્રિયાને સતત ચાલુ રાખવામાં મદદ કરે છે.

ચીનના સંશોધકોના જણાવ્યા મુજબ આ મેગ્નેટનું કદ આંતરરાષ્ટ્રીય ITER પ્રોજેક્ટ માટે બનાવાયેલા સમકક્ષ મેગ્નેટ કરતાં 1.3 ગણું મોટું છે અને તેમાં ત્રણ ગણો વધુ ઊર્જા સંગ્રહ કરવાની ક્ષમતા છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આ સમગ્ર ટેક્નોલોજી અને ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણપણે સ્થાનિક સામગ્રી અને સ્વદેશી ક્ષમતાના આધારે વિકસાવવામાં આવી છે.

આ પણ વાંચો: વિશ્વના સ્માર્ટ શહેરોની યાદીમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ

શું છે કૃત્રિમ સૂર્ય?

કૃત્રિમ સૂર્ય એટલે પરમાણુ સંલયન (ન્યૂક્લિયર ફ્યુઝન) પર આધારિત એવો રિએક્ટર, જે સૂર્યમાં ચાલતી ઊર્જા ઉત્પન્ન કરવાની કુદરતી પ્રક્રિયાનું પૃથ્વી પર પુનઃસર્જન કરે છે. તેમાં 100 મિલિયન ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને હાઇડ્રોજનના પરમાણુઓનું સંલયન કરાવવામાં આવે છે, જેના પરિણામે પ્રચંડ માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થતું નથી અને ભવિષ્યમાં સ્વચ્છ, સુરક્ષિત તથા લગભગ અમર્યાદિત વીજળીનો સ્ત્રોત બનવાની આશા વ્યક્ત કરવામાં આવે છે.

ડ્રેગનનો ત્રિસ્તરીય રોડ મેપ

ચીને ફ્યુઝન ઊર્જાના વ્યાવસાયિક ઉપયોગ માટે ત્રણ તબક્કાનો રોડ મેપ તૈયાર કર્યો છે. પ્રથમ તબક્કામાં 2027ના અંત સુધી ‘બર્નિંગ પ્લાઝ્મા એક્સપેરિમેન્ટલ સુપરકન્ડક્ટિંગ ટોકામાક’ પૂર્ણ કરવાનો લક્ષ્ય છે. બીજા તબક્કામાં 2030 આસપાસ પ્રથમ વખત ફ્યુઝન દ્વારા વીજ ઉત્પાદન શરૂ કરવાની યોજના છે. ત્યારબાદ અંતિમ તબક્કામાં ‘ચાઇના ફ્યુઝન એન્જિનિયરિંગ ડેમોન્સ્ટ્રેશન રિએક્ટર’ સ્થાપીને વિશ્વનું પ્રથમ ફ્યુઝન ડેમોન્સ્ટ્રેશન પાવર સ્ટેશન ઊભું કરવાનો ચીનનો મહત્ત્વાકાંક્ષી ઇરાદો છે.

કઈ રીતે બનાવ્યું આ મેગ્નેટ?

વિશ્વનું સૌથી મોટું આ સુપરકન્ડક્ટિંગ મેગ્નેટ તૈયાર કરવામાં છ વર્ષ લાગ્યા હતા. મેગ્નેટને માઈનસ 269 ડિગ્રી સેલ્સિયસના અતિ નીચા તાપમાને 60 વર્ષ સુધી વિશ્વસનીય રીતે કાર્ય કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં અત્યંત ઊંચો વીજપ્રવાહ વહન કરવા માટે જોડાણોમાં વીજ પ્રતિકાર લગભગ શૂન્ય સુધી ઘટાડવામાં આવ્યો છે, જેથી 1 લાખ એમ્પિયરથી વધુ કરંટ લગભગ કોઈ ઊર્જા નુકસાન વિના પસાર થઈ શકે. સાથે જ તીવ્ર વિકિરણ, ભારે યાંત્રિક દબાણ અને અતિશય ચુંબકીય બળ સહન કરવાની ક્ષમતા પણ તેમાં વિકસાવવામાં આવી છે, જે ભવિષ્યના વ્યાવસાયિક ફ્યુઝન રિએક્ટર માટે અત્યંત જરૂરી ગણાય છે.

Tags:

ArtificialSunDragonScienceDragonsLeapEnergyRevolutionEngineeringMarvelFutureTechnologyFuturisticTechMagnetismMagicMagnetPowerQuantumPhysicsScienceInnovationScientificDiscoverySpaceExplorationSuperconductingMagnetSustainableEnergyTechBreakthrough

Share Article

Other Articles

Previous

આરોપીની પૂછપરછ દરમિયાન વકીલ,સતત હાજર રહી શકે નહીં : સુપ્રીમ કોર્ટ

Next

વિશ્વના સ્માર્ટ શહેરોની યાદીમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રામ મંદિરના ગર્ભગૃહ-દરબારમાં પાણી ઘૂસતા ભક્તોના દર્શન રોકાયા
20 મિનિટutes પહેલા
રશિયન તેલ ખરીદવા બદલ ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફનો ખતરો
32 મિનિટutes પહેલા
વડોદરાના ફતેગંજ બ્રિજ પર ફરી હિટ એન્ડ રન: ખાનગી બસની ટક્કરથી એક્ટિવા સવાર વિદ્યાર્થીનીનું મોત
57 મિનિટutes પહેલા
જાહેરાતનો ઇતિહાસ માત્ર વેપાર કે બજાર સાથે જ નહી પરંતુ માનવ સંસ્કૃતિના વિકાસ સાથે સંકળાયેલો છે.
1 કલાક પહેલા
Categories

નેશનલ

3351 Posts

Related Posts

જેલમાં સાગઠિયાનો ‘કેપ્ટન’ ઈભલો !!
રાજકોટ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનના વાટકામાં IMFએ શું નાખ્યું ? જુઓ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
RMCની તમામ લાયબ્રેરી હવે 365 દિવસ ચાલુ રહેશે, રજાના દિવસોમાં પણ રહેશે ખુલ્લી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દુષ્કર્મના આરોપીને છોડી મૂકનાર જજને સુપ્રીમ કોર્ટે મૂર્ખ ગણાવ્યા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર