રિવૉલ્ટ મોટર્સે પેશ કરી ઈ બાઇક,” સ્ટીલથ બ્લેક આર વી -400 ‘
ઓક્ટોબરમાં યુવાનોને આકર્ષવા આવી રહી છે,બાઈકના શોખીનો રાજી થશે
ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટ હાલના દિવસોમાં નવા નવા લૉન્ચિંગથી ચર્ચામાં છે. હવે તમને ઇલેક્ટ્રિક બાઈકમાં પણ નવા વાહન લેવાની તક મળી રહી છે. જી હા..બાઈકના શોખીનો દેશમાં ઘણા છે.
હવે રિવૉલ્ટ મોટર્સ નામની કંપનીએ માર્કેટમાં પોતાની સ્ટીલથ બ્લેક આરવી-400 ઇલેક્ટ્રિક બાઇક પેશ કરી છે. તમારી જાણકારી માટે કે આ એક લિમિટેડ એડિશન બાઇક છે. તેમાં ઘણા નવા ફીચર્સ છે.
તેમાં સ્વિંગ આર્મ, હેન્ડલ બાર અને રિયર ગ્રીપ આપવામાં આવ્યા છે. ફ્લેટ સ્ક્રીન પણ છે. પાવર ટ્રેનની સુવિધા યથાવત રખાઇ છે જે કંપનીના રેગ્યુલર મોડલમાં હોય છે.
આ બાઈકની ડિલિવરી ઓક્ટોબરથી થવાની સંભાવના છે. યુવાનોને ઘેલું લગાડવા આ બાઇક આવી રહી છે. દેશમાં બાઈકના શોખીનોની સંખ્યા બેહદ છે અને તેમાં વધારો થઈ રહ્યો છે.