મોટોરોલાનો નવો ફોલ્ડેબલ ફોન લોન્ચ : કિમત સેમસંગ કરતાં અડધી, મળશે એઆઈ સહિતના અનેક ફીચર્સ
મોટોરોલાનો નવો ફોલ્ડેબલ સ્માર્ટફોન Moto Razr 50 દેશમાં લોન્ચ થઈ ગયો છે. સેમસંગ ફોલ્ડેબલ સ્માર્ટફોનની સરખામણીમાં આ ફોન અડધી કિંમતે રજૂ કરવામાં આવ્યો છે. તેની શરૂઆતી કિંમત 49,999 રૂપિયા છે. આ ભારતમાં સૌથી સસ્તો ફોલ્ડેબલ સ્માર્ટફોન છે, જેમાં તમને 6.9 ઇંચની ઇન્ટરનલ પોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં 50MP પ્રાઈમરી કેમેરા સેન્સર હશે.

Motorola Razr 50 ની ભારતમાં કિંમત
ફોન સિંગલ 8GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે. તેની કિંમત 64,999 રૂપિયા છે. ફોનની ખરીદી પર લિમિટેડ પિરિયડ ફેસ્ટિવ ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. આ અંતર્ગત તમે 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ માણી શકશો. તેમજ લીડિંગ બેંક ડિસ્કાઉન્ટ ઓફરમાં 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આવી સ્થિતિમાં, ફોનની અસરકારક કિંમત 49,999 રૂપિયા રહે છે. જો આપણે તેની સરખામણી Samsung Galaxy Z Flip 6 અથવા Galaxy Z Fold 6 સાથે કરીએ, તો મોટોરોલાનો ફોલ્ડેબલ ફોન લગભગ અડધી કિંમતે આવે છે.
ત્રણ મહિનાનું મફત સબ્સ્ક્રિપ્શન

ફોનની ખરીદી પર કંપની ત્રણ મહિના માટે એડવાન્સ સબસ્ક્રિપ્શન ઓફર કરી રહી છે. આમાં તમને 2TB ક્લાઉડ સ્ટોરેજ મળશે. ફોન ત્રણ કલર વિકલ્પોમાં આવશેઃ સ્પ્રિટ્ઝ ઓરેન્જ, સેન્ડ બીચ અને ગ્રે.