વિશ્વનું સૌથી નાનું વેક્યૂમ ક્લીનર બનાવી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો
તમે ઘર, ઓફિસ અને અન્ય સ્થળોએ વેક્યુમ ક્લીનર્સ જોયા જ હશે. ઘણી કંપનીઓ આવા વેક્યુમ ક્લીનર્સ બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી નાનું વેક્યૂમ ક્લીનર માનવ આંગળી કરતા પણ નાનું છે. આજકાલ સોશિયલ મીડિયા પર આ વેક્યુમ ક્લીનર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. તેનું કદ 0.65 સેન્ટિમીટર (0.25 ઇંચ) છે.
વાસ્તવમાં 23 વર્ષની ભારતીય તપલા ન્દામુનીએ વિશ્વનું સૌથી નાનું વેક્યૂમ ક્લીનર તૈયાર કર્યું છે. આ ક્લીનરનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. તેણે આ ખિતાબ એક વખત નહીં પરંતુ બે વખત હાંસલ કર્યો છે. નાદમુનીનું વેક્યૂમ ક્લીનર માત્ર 0.65 સેન્ટિમીટર (0.25 ઇંચ) છે. તે માનવ આંગળીના નખ કરતા પણ નાનું હોય છે. આ ઉપકરણ વર્ષ 2022માં બનેલા અગાઉના રેકોર્ડ કરતાં પણ 0.2 સેમી નાનું છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, વેક્યૂમ ક્લીનરનું માપ તેના શરીરના સૌથી નાના ભાગમાંથી લેવામાં આવે છે. હેન્ડલ અને પાવર કાર્ડ પણ તેમાં સામેલ નથી.
વર્ષ 2020માં પણ નાદમુનીએ 1.76 સેમીનું વેક્યુમ ક્લીનર બનાવ્યું હતું. જ્યારે તેનો રેકોર્ડ તૂટી ગયો ત્યારે તેણે ફરીથી પ્રયાસ કર્યો. આ પછી તેના બીજા બે પ્રયાસો નિષ્ફળ ગયા. પરંતુ આ પછી તેણે નવી ડિઝાઇન તૈયાર કરી. તેણે વર્ષ 2024માં ફરી આ રેકોર્ડ બનાવ્યો છે. આ વેક્યુમ ક્લીનરની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.