ભારતે બનાવી સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ, Maya OS
શું તમે સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ વિશે સાંભળ્યું છે? ભારતે તેની નવી ઓપરેટિંગ સિસ્ટમ Maya OS તૈયાર કરી છે, જેનો ઉપયોગ ઘણા કમ્પ્યુટર્સમાં થઈ પણ રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ભારતે ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી હોય. આ પહેલા પણ સરકારી એજન્સીઓએ BOSS નામની ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી છે. ચાલો જાણીએ આ ઓપરેટિંગ સિસ્ટમની ખાસ વિશેષતાઓ.
ભારતે એક એવી ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી છે, જેનો ઉપયોગ હવે સંરક્ષણ મંત્રાલયના તમામ કોમ્પ્યુટરમાં કરાશે. જેનું નામ છે Maya OS આ ઓપરેટિંગ સિસ્ટમ ટૂંક સમયમાં સંરક્ષણ મંત્રાલયમાં તમામ વિન્ડોઝનું સ્થાન લઈ શકે છે. જે સ્થળોએ માઈક્રોસોફ્ટનો ઉપયોગ મોટી સંખ્યામાં થઈ રહ્યો છે. સંરક્ષણ મંત્રાલય Linux ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે, જે Ubuntu પર આધારિત હશે.
એક અહેવલા મુજબ, આ નવી Maya OS ઓપરેટિંગ સિસ્ટમ છેલ્લા 6 જેટલા માસથી સરકારી એજન્સીઓ દ્વારા સતત વિકસાવવામાં આવી રહી છે. મહત્વનુ છે કે હાલમાં ચાલી રહેલી ઓપરેટિંગ સિસ્ટમમાં સાયબર એટેકના બનાવો ઘણા વધી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેને ધ્યાને રાખી આવા વધતા સાયબર અટેકના કેસોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે, જે ઇન-બિલ્ટ માલવેર સુરક્ષા સાથે આવે છે.
Maya OS માં શું છે ખાસ ?
ઈન્ટરનેટ સાથે જોડાયેલા કમ્પ્યુટર્સ પર ઓપરેટિંગ સિસ્ટમ inbuilt માલવેરની સિક્યુરિટી આપે છે. મળતી માહિતી મુજબ, સંરક્ષણ મંત્રાલયે ઈન્ટરનેટ સાથે જોડાયેલા તમામ કમ્પ્યુટર્સ સિસ્ટમ પર Maya OS ઇન્સ્ટોલ કરવાનું તો ચાલુ પણ કરી દીધું છે. મહત્વની વાત એ છે કે આ ઓપરેટિંગ સિસ્ટમ તદન ફ્રી છે અને ઓપન સોર્સ Linux ઉબુન્ટુ પર આધારિત છે, જે બ્રિટિશ ફર્મ કેનોનિકલ દ્વારા સંચાલન કરવામાં આવે છે.
જો કે, Maya OS અન્ય Linux આધારિત ઓપરેટિંગ સિસ્ટમથી અલગ બનાવવામાં આવી છે. મોટા ભાગે Maya OS મોટા ભાગે વિન્ડોઝની જેવું દેખાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેથી વાપરાસ પ્રક્રિયાને સરળ બનાવી શકાય.
આ સિસ્ટમનો ઉપયોગ ત્રણેય સેના પણ કરશે
આ ઓપરેટિંગ સિસ્ટમ ત્રણેય સેનાના કોમ્પ્યુટરમાં પણ વાપરાસ કરવામાં આવશે. મહત્વનુ છે કે, આ બાબતે હજી સુધી તમામ એ માટે મંજૂરી નથી આપી. મળતી માહિતી મુજબ, નેવીએ આ Maya OS સિસ્ટમને પરવાનગી આપી દીધી છે, પરંતુ આર્મી અને એરફોર્સ હજી પણ તેના પર વિચારણા કરી રહી છે.
ભારત અગાઉ પણ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી ચૂકી છે
સરકાર Maya OS સાથે માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમને બદલી રહી છે. જેને લઈ રેન્સમવેર અને માલવેર એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ઈન્ટરનેટ સાથે જોડાયેલા તમામ કોમ્પ્યુટરને આવી સ્થિતીમાં બચાવવા માટે આ ઓપરેટિંગ સિસ્ટમમાં ચક્રવ્યુ નામનું ફીચર પણ આપવામાં આવ્યું છે. તે કોઈ પણ સિસ્ટમમાં હાજર માલવેરને શોધી કાઢે છે અને કોઈ પણ સિસ્ટમને તેનાથી સુરક્ષિત રાખવામા મદદરૂપ બને છે.
આ પહેલી વાર નથી કેજેમાં Maya OS જેવી સ્થાનિક ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી હોય. ભારતમાં અગાઉ પણ એક ઓપરેટિંગ સિસ્ટમ સોલ્યુશન (BOSS) લાગુ કરવામાં આવી હતી. આ સિસ્ટમ ફક્ત Linux પર આધારિત હતું.