Google Pixel 9 Pro અને Pixel 9 Pro Fold નો ફર્સ્ટ લુક રિલીઝ, મળશે AI ફીચર્સ : આ તારીખે ભારતમાં સ્માર્ટફોન થશે લોન્ચ
Google Pixel ફોનની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. ગૂગલ ભારતમાં Pixel 9 સીરીઝ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ગૂગલ આગામી સિરીઝમાં બે સ્માર્ટફોન ગૂગલ પિક્સેલ 9 પ્રો અને ગૂગલ પિક્સેલ 9 પ્રો ફોલ્ડ લોન્ચ કરશે. કંપનીએ બંને ફોનની ભારતમાં લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. કંપનીએ Pixel 9 Pro Fold નો ફર્સ્ટ લુક પણ રિલીઝ કર્યો છે.
કંપનીની મેગા ઈવેન્ટ ‘મેડ બાય ગૂગલ’ 13 ઓગસ્ટે છે, જે દિવસે Pixel 9 સિરીઝ લૉન્ચ થશે. કંપનીએ આ સીરિઝનો ઓફિશિયલ ટીઝર વીડિયો રિલીઝ કર્યો છે. આ વીડિયોમાં Pixel 9 Pro અને Pixel 9 Pro Fold બતાવવામાં આવ્યો છે.આ ટીઝર વીડિયોમાં સ્માર્ટફોનની કેમેરા ડિઝાઇન અને પાછળની પેનલ સ્પષ્ટપણે જોઈ શકાય છે. બંને ફોનની ડિઝાઈન લગભગ એવી જ છે જેવી લીક થયેલી તસવીરોમાં હતી. આ વખતે કંપની પોતાના ફોનમાં AI ફીચર્સ પર ફોકસ કરશે. ચાલો જાણીએ તેમાં શું ખાસ હશે.
Out with the old. In with the fold. Google Pixel 9 Pro Fold, for the first time in India. ✨
— Google India (@GoogleIndia) July 19, 2024
Learn more at: https://t.co/72BVe5FKyB pic.twitter.com/5b0cAFs0qd
Pixel 9 Pro ડિઝાઈન
અપેક્ષા મુજબ અને લીક થયેલા અહેવાલો આવી રહ્યા હતા, આ ફોનની ડિઝાઈન બિલકુલ એવી જ દેખાય છે. Google Pixel 9 Proમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આવશે. તેમાં 50MPનો મુખ્ય કેમેરો મળી શકે છે.
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, Pixel 9 Pro અને Pixel 9 Pro XL બંનેમાં સમાન કેમેરા સેટઅપ હશે. જોકે, આ સ્માર્ટફોન અલગ-અલગ સ્ક્રીન અને બેટરી સાઈઝ સાથે આવશે.
Pixel 9 Pro ફોલ્ડમાં શું ખાસ હશે?
Google Pixel 9 Pro Fold કંપનીનો નવો ફોલ્ડિંગ ફોન હશે. કંપનીએ તેનું ટીઝર પણ રિલીઝ કર્યું છે. જોકે, અંદરના ડિસ્પ્લેમાં લાગેલા કેમેરાને છુપાવવામાં આવ્યો છે. સ્માર્ટફોનની પાછળની પેનલ પર મળેલા કેમેરા મોડ્યુલ પરથી સ્પષ્ટ થાય છે કે તેમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ હશે.
જો રિપોર્ટ્સનું માનીએ તો ફોન પંચ હોલ કેમેરા કટઆઉટ સાથે આવશે, જે ડાબા ખૂણામાં હોઈ શકે છે. અગાઉના ફોલ્ડની તુલનામાં, અમને ગૂગલના આ ફોલ્ડિંગ ફોનમાં ઓછા બેઝલ્સ જોવા મળે છે. ફોનના સ્પેસિફિકેશન વિશે હજુ વધુ માહિતી બહાર પાડવામાં આવી નથી.
સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે?
આ બંને સ્માર્ટફોન મેડ બાય ગૂગલ ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. આ ઇવેન્ટ 13 ઓગસ્ટ 2024 ના રોજ થશે. આ ઇવેન્ટ ભારતમાં રાત્રે 10.30 વાગ્યે શરૂ થશે. કંપની આ ફોન ભારતમાં પણ લોન્ચ કરશે. આ ઈવેન્ટને યુટ્યુબ અને ગૂગલ સ્ટોર વેબસાઈટ પર લાઈવ જોઈ શકાશે.