ગુગલે ભારતમાં લોન્ચ કર્યો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન
ગૂગલે ભારતમાં પોતાનો પ્રથમ ગુગલ પિક્સલ 9 પ્રો ફોલ્ડ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવી પિક્સેલ 9 સિરીઝનું લોન્ચિંગ કંપનીની લેટેસ્ટ મેડ બાય ગૂગલ ઇવેન્ટમાં પણ કરવામાં આવ્યું હતું. ગૂગલનો આ બીજો પિક્સલ બ્રાન્ડેડ ફોલ્ડેબલ ફોન છે, પરંતુ ભારતમાં પહેલીવાર પિક્સલ સીરીઝનો ફોલ્ડેબલ સ્માર્ટફોન રજૂ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ગુગલ પિક્સલ 9 પ્રો ફોલ્ડ સ્માર્ટફોનમાં ગૂગલના ટેન્સર જી4 ચિપસેટ, 8 ઇંચની ઇનર ડિસ્પ્લે, 6.3 ઇંચની કવર સ્ક્રીન અને 4650 એમએએચની બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ગુગલ પિક્સલ 9 પ્રો ફોલ્ડ ફોન ભારતમાં 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 172999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. હેન્ડસેટને ઓબ્સિડિયન અને પોર્સેલિન કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.
નવો પિક્સલ ફોલ્ડેબલ ફોન ફ્લિપકાર્ટ, ક્રોમા અને રિલાયન્સ ડિજિટલ રિટેલ આઉટલેટ્સ પર વેચવામાં આવશે.
ગુગલ પિક્સલ 9 પ્રો ફોલ્ડ સ્માર્ટફોનમાં 8 ઇંચ સુપર એક્ચ્યુઅલ ફ્લેક્સ ઇનર ડિસ્પ્લે છે, જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે છે. ગોરિલા ગ્લાસ વિક્ટસ ૨ સુરક્ષા સ્ક્રીન પ્રોટેક્શન માટે ઉપલબ્ધ છે. ડિવાઇસમાં 16 જીબી રેમ આપવામાં આવી છે. ફોનમાં ગૂગલનો ટેન્સર જી4 ચિપસેટ છે. પિક્સલ સીરીઝનો આ ફોલ્ડેબલ ફોન ભારતમાં 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે, જ્યારે 512 જીબી સ્ટોરેજનો વિકલ્પ અમેરિકા સહિત અન્ય દેશોમાં પણ ઉપલબ્ધ છે.