Volkswagen Taigun પર મળી રહી છે 1 લાખ રુપિયાની છૂટ
જો તમે આ તહેવારોની સિઝનમાં ફોક્સવેગન ટાઈગુન ખરીદો છો, તો તમે 1 લાખ રૂપિયા બચાવી શકો છો. ફોક્સવેગન દિવાળીના ખાસ અવસર પર આ વાહન પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. દિવાળીના તહેવાર પર જો તમે કાર લેવાનું વિચારી રહ્યા હોય તો ફોક્સવોગન ટાઈગુન કાર પર ખૂબ જ શાનદાર ડિસ્કાઉન્ટ તમને મળી રહ્યું છે. ટાઈગુન મિડ-સાઈઝ એસયુવીના લોઅર વેરિઅન્ટ્સ રૂ. 65,000 સુધીના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે, જ્યારે હાઈ-એન્ડ વેરિઅન્ટ્સ રૂ. 1 લાખ સુધીના લાભો મેળે છે.
ફોક્સવેગને જીટી એજ ટ્રેલ એડિશનમાં તેની ટાઈગુન એસયુવી લોન્ચ કરી છે. ભારતની સૌથી સુરક્ષિત SUV નું આ રીબેજ કરેલ વર્ઝન પડકારરૂપ ટેરેન હેન્ડલિંગ ક્ષમતાઓનું વચન આપે છે. કંપનીએ તેની પ્રારંભિક કિંમત 16.29 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખી છે.ટાઈગુન ટ્રેલ વેરિઅન્ટ સમાન 1.5-લિટર TSI ટર્બો પેટ્રોલ એન્જિન સાથે સંચાલિત થશે,
તેના 2.0 લિટર એન્જિનમાં પર્યાપ્ત પંચ છે અને સ્ટીયરિંગ પણ વધારે ભારે નથી લાગતું. અન્ય એસયૂવીની તુલનામાં નાના ડાઈમેન્શન અને પેટ્રોલ એન્જિન સાથે ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ તેને ઓફ-રોડ દરમિયાન વધારે સક્ષમ બનાવે છે.