સેમસંગ સ્માર્ટફોનમાં આ 3 સેટિંગ કરો, મોબાઇલની બેટરી લાઇફ વધી જશે
સ્માર્ટફોન હવે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જો તમારી પાસે સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોન છે, તો અમે તમને એવી 3 ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે ઝડપથી ખાલી થતી બેટરી બચાવીને તમારા સ્માર્ટફોન અને ટેબલેટની બેટરી લાઇફ વધારી શકો છો.
સામાન્ય રીતે સલાહ આપવામાં આવે છે કે તમારા ફોનની બેટરીને ક્યારેય પણ સંપૂર્ણપણે ચાર્જ ન કરો અથવા સંપૂર્ણ રીતે ડિસ્ચાર્જ ન કરો. સેમસંગ અનુસાર, તમારા ગેલેક્સી ડિવાઇસને 85 ટકા સુધી ચાર્જ કરવાથી બેટરીની આયુષ્ય વધે છે. જો તમારા માટે આ જાતે કરવું શક્ય ન હોય તો તમે સેમસંગ સ્માર્ટફોનમાં આપેલા એક ઓપ્શન વડે તમે આમ કરી શકો છો. દક્ષિણ કોરિયન કંપનીના ફોનમાં એક વિકલ્પ ઉપલબ્ધ છે જે બેટરી 85 ટકા સુધી પહોંચતા જ આપમેળે ચાર્જ થવાનું બંધ કરી દે છે.
સેટિંગ્સ > બેટરી > પ્રોટેક્ટ બેટરી ઓપ્શનને ઇનેબલ કરો.
ફાસ્ટ ચાર્જિંગ ફીચર ચાલુ રાખવાથી બેટરી ગરમ થાય છે અને તેનાથી લાંબા સમય સુધી બેટરીને નુકસાન થાય છે. સેમસંગ સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગને ડિસેબલ કરીને, તમે ચાર્જિંગ દરમિયાન ફોનને ગરમ થતા અટકાવી શકો છો. જેના કારણે બેટરીની સારી રહે છે. જો તમારો Samsung Galaxy ફોન વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે, તો તમે ઝડપી વાયરલેસ ચાર્જિંગને પણ ડિસેબલ કરી શકો છો.
ફાર્સ્ટ ચાર્જિંગને આવી રીતે ડિસેબલ કરો
સેટિંગ્સ > બેટરી > ચાર્જિંગ સેટિંગ્સ અને પછી ફાસ્ટ ચાર્જિંગને ડિસેબલ કરો.