સરકાર સામે લડત ચલાવનાર ઝાકિયા જાફરીનું નિધન : 86 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં થયેલા હત્યાકાંડનાં પીડિતા અને કૉંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરીનું નિધન થયું છે.
ઝકિયા જાફરીએ ગુજરાતમાં 2002માં થયેલા રમખાણોના કેસોમાંથી ગુલબર્ગ સોસાયટીના કેસમાં ન્યાય માટે લડત ચલાવી હતી અને જિંદગીના અંતિમ શ્વાસ સુધી તેઓ આ કાયદાકીય પ્રક્રિયા માટે જજૂમતા રહ્યા હતાં.ઝકિયા જાફરીએ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 63 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સુપ્રીમ કોર્ટે એસઆઇટીની રચના કરી હતી.

ઝાકિયા જાફરીના પતિ અને કોંગ્રેસ સાંસદ એહસાન જાફરીનું રમખાણો દરમિયાન મોત થયું હતું. SITની તપાસ બાદ નરેન્દ્ર મોદી અને અન્યને ક્લીનચીટ આપવામાં આવી હતી. ત્યારે ઝાકિયા જાફરીએ આ અંગે સવાલો ઉઠાવતી અરજી દાખલ કરી હતી. એવાં ઝાકિયા જાફરીનું આજે અમદાવાદમાં નિધન થયું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં માર્યા ગયેલા ભૂતપૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ આજે 1 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.