નાણાંમંત્રીએ બજેટમાં વિદ્યાર્થીઓ માટે કરી મોટી જાહેરાત : IITમાં 6500 સીટો વધારવામાં આવશે, AI શિક્ષણ માટે 500 કરોડની ફાળવણી
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પણ બજેટમાં વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું કે IITમાં 6500 સીટો વધારવામાં આવશે. પાંચ IITમાં વધારાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. તેમજ IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે
દેશમાં 3 AI કેન્દ્રો ખોલવામાં આવશે. આ સિવાય મેડિકલમાં 5 વર્ષમાં 7500 સીટો વધારવામાં આવશે. આ વર્ષે મેડિકલ કોલેજમાં 10,000 બેઠકો વધશે.AI શિક્ષણ માટે 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યા છે.10 વર્ષમાં IITમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા 65 હજારથી વધીને 1.3 લાખ થશે. 6500 વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અને તેમની હોસ્ટેલ બનાવવા માટે મદદ કરવામાં આવશે. IIT પટનામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવામાં આવશે. તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સુવિધા પૂરી પાડવામાં આવશે
સ્કૂલોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી અને લેબ
તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સુવિધા પૂરી પાડવામાં આવશે
બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટની સ્થાપના કરવામાં આવશે. આનાથી પૂર્વીય ક્ષેત્રમાં ખાદ્ય પ્રક્રિયા પ્રવૃત્તિઓને વેગ મળશે. તેનાથી ખેડૂતોની આવક વધશે અને યુવાનોને કૌશલ્ય તાલીમ અને રોજગારની તકો મળશે. નાણામંત્રીએ કહ્યું કે શાળાઓને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, શાળાઓમાં પ્રયોગશાળાઓ બનાવવામાં આવશે જે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણીનો વિકાસ કરશે. તેમણે કહ્યું કે IETની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

50 હજાર અટલ ટિંકરિંગ લેબની સ્થાપના
નવીનતા વધારવા માટે સરકારી શાળાઓમાં આવી 50 હજાર લેબની સ્થાપના કરવામાં આવશે. ભારતીય ભાષાઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ભાષા પુસ્તક યોજના શરૂ કરવામાં આવશે.નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એક્સેલન્સ ફોર સ્કીલિંગની પાંચ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે. આ મેક ફોર ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના ઉદ્દેશ્ય હેઠળ થશે.