અહો આશ્ચર્યમ !! કોઈ માણસને નહીં પરંતુ સાપને CPR આપીને યુવકે જીવ બચાવ્યો, વડોદરાનો વિડીયો થયો વાયરલ
ઘણીવાર કોઈ વ્યક્તિને CPR આપીને બચાવી લેવાતો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સીપીઆર કોઈ માણસને નહીં પરંતુ સાપને આપવામાં આવ્યો હતો. નેટીઝન્સ આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. યુઝર્સ વીડિયોને લાઈક અને શેર કરી રહ્યા છે.
Vadodara: Man CPR to Snake and save his life pic.twitter.com/xC9ByRobw4
— Amit Kasana (@amitkasana6666) October 16, 2024
વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં અનોખી ઘટના જોવા મળી હતી. આ વિસ્તારમાંથી એક સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જોકે રેસ્ક્યૂ કરવામાં આવ્યો ત્યારે સાપ મૂર્છિત હાલતમાં મળી આવ્યો હતો. એ સમયે હાજર યુવક દ્વારા સાપને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. સીપીઆર આપવામા આવતા સાપનો જીવ બચ્યો હતો.
વડોદરા શહેરમાંથી સાપ જેવા સરીસૃપ પ્રાણીને સીપીઆર આપીને જીવ બચાવવામાં આવ્યો હોય તેવી અનદેખી ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે જીવ દયા પ્રેમી સંસ્થાને કોલ મળ્યો હતો કે, વૃંદાવન ચાર રસ્તા નજીક એક સાપનું રેસ્ક્યૂ કરવાનું છે. જેના બાદમાં જેવું દયાપ્રેમી સંસ્થા ઘટના સ્થળ પર દોડી આવી હતી. જ્યાં જઈને સાપનું રેસ્ક્યૂ કરતા સાપ મૂર્છિત હાલતમાં મળી આવ્યો છે.
જેથી સાપને બચાવવા માટે જીવ દયાપ્રેમી સંસ્થાના રેસ્ક્યૂરે ખૂબ જ સાવધાની તેમજ કાળજીપૂર્વક ત્રણ વખત સાપને સીપીઆર આપ્યો હતો. જેમાં સદનસીબે ત્રીજા પ્રયત્નમાં સફળતા મળી અને સાપમાં નવો જીવ મળ્યો હતો. અને આમ જીવ દયા પ્રેમી મૂર્છિત સાપ માટે જીવનદાતા બન્યા હતા. આ સાપ ચેકર્ડ કિલ બેક પ્રજાતિનો બિનઝેરી સાપ હતો. જે સામાન્ય રીતે પાણીમાં રહેતા સાપ હોય છે.