World Day Against Child Labour : વાઈબ્રન્ટ ગુજરાતના કમનસીબ 5,00,000 બાળમજૂરો!
વાઈબ્રન્ટ ગુજરાતમાં એક આંકડા મુજબ ગુજરાતમાં ૫થી 19 વર્ષની વયના બાળમજૂરોની સંખ્યા આશરે 5,00,000છે. દર વર્ષે બાળમજૂરોની સંખ્યામાં 1 ટકાથી વધુનો વધારો થાય છે. તાજેતરમાં રાજકોટમાં મજૂરી માટે લેવાયેલા બાળકોને એક ઓરડીમાં ગોંધી રખાયેલા અને અત્યાચાર ગુજારતા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આર્જે 12 જૂને બાળમજૂરી વિરોધ દિવસ છે જે અંગે અહીં માહિતી પ્રસ્તુત છે.

બાળમજૂરીને અટકાવવા માટે અનેક નીતિ નિયમો બનાવવમાં આવ્યા છે, પણ હજુ સુધી દેશમાં બાળમજૂરી નાબુત થઈ શકી નથી. “બાળ-મજૂરી વિરોધ દિવસ” એ ફક્ત ઔપચારિક્તા ન રહેતા સાર્થક કાર્ય બને તે જોવાનું દરેક જાગૃત નાગરિકનું નૈતિક કર્તવ્ય છે. બાળમજૂરીને સંપૂર્ણપણે નાબૂદ કરવું જોઈએ, બાળમજૂરી વિરોધનાં કાયદાઓ વધુ કડક બનાવવા જોઈએ જેથી આ બાળમજૂરીનો વ્યવસાય ખતમ થઈ શકે. બાળકોનાં સારા ઉત્તમ ભવિષ્ય માટે શિક્ષણને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ એટલું જ નહીં શિક્ષણ નાનામાં નાના વર્ગનાં લોકોનાં બાળકો સુધી પહોંચે તેવા પ્રયાસો સતત કરવા જોઈએ. જેથી લોકોમાં જાગૃતિ આવશે અને બાળમજૂરી સંપૂર્ણપણે બંધ થશે. બાળકો એ દેશનું ભવિષ્ય છે જો તેમને યોગ્ય શિક્ષણ મળશે તો દેશનું ભવિષ્ય પણ ઉજળું થશે.

તા. 12 જુનને વિશ્વ બાળમજૂર વિરોધ દિન (World Day Against Child Labour) તરીકે મનાવવામાં આવે છે. બાળમજૂર પ્રતિબંધ અને નિયમન ધારા, 1986 હેઠળ જેણે 14 વર્ષની ઉંમર પૂરી નથી તેવી કામમાં રોકવામાં આવતી વ્યક્તિ બાળમજૂર કહેવાય.આ પ્રમાણે બાળમજૂરી એ ગુનો છે.જેમાં બાળકને કામે રાખનાર વ્યક્તિ/માલિક ગુનેગાર છે.કેમકે તે ભણવા-રમવાના દિવસોમાં બાળકને કામે રાખીને બાળમજૂર બનાવેછે.બાળકને ભણવા માટેની પૂરતી તકો તકો આપવાની જવાબદારી સરકારની અને સમાજની છે.બાળકના સહજ વિકાસને અટકાવનાર અને શોષણ કરનાર બાળમજૂરની પ્રથા સામાજિક કલંક છે. તેને મિટાવવા માટે કાયદા ઉપરાંત સમાજના સહકારઅને જાગૃતિની અનિવાર્ય જરૂર છે.
આ પણ વાંચો : રાજ્યના 241 PSIને PIના પ્રમોશન તો મળ્યા પણ હાલત જૈસે થે, પોસ્ટિંગની જોવાતી રાહ
બાળકના મૂળભૂત અધિકારો (1) જીવન જીવવાનો અધિકાર (2) વિકાસનો અધિકાર(3) શોષણ સામે રક્ષણનો અધિકાર (4) સહભાગિતાનો અધિકાર. આ મૂળભૂત અધિકારોથી લાખો બાળકો વંચિત છે. બાળમજૂરી અંગેની ફરિયાદ નાયબ શ્રમ આયુક્ત,તાલુકાકક્ષાના શ્રમ અધિકારી, ગુમાસ્તા ધારા હેઠળના નિરીક્ષકો, કલેક્ટરના ટાસ્ક ફોર્સ વગેરે સમક્ષ થઈ શકે છે. બાળમજૂરી નાબૂદી માટે RTEનો 100% અમલ થાય, દરેક બાળક શાળામાં હોય તથા બાળમજૂરી જેવા નાજુક મુદ્દા અંગે સમાજમાં સંવેદનશીલતા આવે તો ચોક્કસ બાળમજૂરી નાબૂદ થાય અને 100% સાક્ષરતાનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે.
તા.12 જુનને વિશ્વ બાળમજૂર દિને સર્વે શિક્ષિતજનો, પ્રબુદ્ધ નાગરિકોને બાળમજૂરી નાબૂદી અભિયાનમાં સહભાગી થવા બાળઅધિકાર સમૂહ ગુજરાત(Child Right Collective Gujarat) દ્વારા અનુરોધ થયો છે. આપણાં બાળક માટે જેવુ વિચારીએ તેવું જ દરેક બાળક માટે વિચારીએ. જે કામ આપના બાળક માટે ખરાબ, તે કોઈ પણ બાળક માટે ખરાબ.
