ફેબ્રુઆરીમાં હાડ થીજાવતી ઠંડી પડશે : અંબાલાલ પટેલે કરી ધ્રુજાવનારી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાને લઈ મોટી આગાહી કરી છે. તેમણે કહ્યં , નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. આગામી 3 નવેમ્બર થી 8 નવેમ્બર વચ્ચે ભારે પશ્ચિમ વિક્ષેપ ( વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ )આવશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોથી લઈ પૂર્વ ગુજરાત સુધી હવામાનમાં તેની અસર દેખાશે. તારીખ 4 થી 7 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર, અને અરબ સાગરમાં ડિપ્રેશન બનશે. તારીખ 14 નવેમ્બર થી 24 નવેમ્બર વચ્ચે ચક્રવાત બંગાળના ઉપસાગર માં મજબૂત બનશે. આ ચક્રવાત દક્ષિણ પૂર્વ ભારતીય તટો ઉપર ભારે પવન સાથે વરસાદ લાવશે. આ ચક્રવાત ને લઈ ગુજરાતમાં પણ વાદળ વાયુ જેવું વાતાવરણ સર્જાશે.
24 નવેમ્બર થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવશે. 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા ને લઈ ગુજરાત સુધી ભારે ઠંડી વર્તાશે. 5મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપને લઈ ભારે હિમ વર્ષા થશે. જેને લઇ ગુજરાતમાં ઠંડીનું ભારે મોજું ફરી વળવાની શક્યતા છે. મહત્તમ 14 ડિગ્રી સેલ્સિયસ થી 7 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન જવાની શક્યતા છે.
હાલ ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદ નથી, પરંતુ દક્ષિણમાં ભારે વરસાદ છે. હવામાન વિભાગે તામિલનાડુ, કેરળમાં 30 ઓક્ટોબર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આ સિવાય આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપમાં આજે હળવા વરસાદની શક્યતા છે.
આ દિવસોમાં ઉત્તર પ્રદેશમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે, જ્યાં દિવસ દરમિયાન ખૂબ જ તડકો રહે છે, જ્યારે સવાર અને સાંજના સમયે વાતાવરણ ઠંડું થઈ જાય છે. આગામી એક સપ્તાહ સુધી યુપીમાં આવું જ હવામાન રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે અને દિવસ દરમિયાન સારો સૂર્યપ્રકાશ રહેશે.
ઉત્તરાખંડમાં પણ હવામાન બદલાયું છે, જ્યાં સવારે અને સાંજે અત્યંત ઠંડી હોય છે, જ્યારે દિવસ દરમિયાન પર્વતોમાં હવામાન સ્વચ્છ રહે છે. આ સિવાય પહાડી શિખરો પર હિમવર્ષા જોવા મળી રહી છે. હવામાન વિભાગે તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય ઉત્તર પૂર્વના રાજ્યો નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય, મણિપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.