વડનગરમાં મળેલો 1 હજાર વર્ષ જૂનો કંકાલ કોનો છે ?? રહસ્ય પરથી પડદો ઊંચકાયો
વડનગર એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ. આ કદાચ નગરની અર્વાચીન ઓળખ હોય શકે છે, પરંતુ તેની પ્રાચીન ઓળખ અનેક સદીઓ જૂની છે. પુરાણોમાં પણ આ નગરનો ઉલ્લેખ જોવા મળે છે. વડનગરમાંથી 1000 વર્ષ જૂનો કંકાલ મળી આવ્યો હતો. ત્યારે આ કંકાલનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો. વર્ષ 2019 માં, 1000 વર્ષ જૂનું હાડપિંજર મળી આવ્યું હતું. વડનગરમાંથી યોગ્ય મુદ્રામાં રહેલા એક પુરુષ હાડપિંજરની ખોપરી પણ મળી આવી હતી. લખનૌના બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીમાં બંનેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
બીજી ખોપરી 2000 વર્ષ જૂની નીકળી
લખનૌના ડૉ. નીરજ રાયે ડીએનએ ટેસ્ટ કરાવ્યો છે. દાંત અને કાનના હાડકામાંથી ડીએનએ પરીક્ષણ માટે નમૂના લેવામાં આવ્યા હતા. ડીએનએ ટેસ્ટમાં એક અનોખું રહસ્ય ખુલ્યું છે. બીજી ખોપરી જે મળી આવી છે તે પણ 2000 વર્ષ જૂની હોવાનું બહાર આવ્યું છે.
બૌદ્ધ ધર્મના અવશેષ થયા પ્રાપ્ત
ASI ના ડૉ. અભિજીત આંબેડકરે સમગ્ર મુદ્દે જણાવ્યું કે, ‘કોવિડ દરમિયાન વડનગરમાં ખોદકામ દરમિયાન કોઠા અંબાજી તળાવ પાસે બૌદ્ધ ધર્મના મંદિર અનેક અવશેષ પ્રાપ્ત થયાં છે. જે ગંગા ઘાટી સાથે મેળ ખાય છે. અહીંથી મળી આવેલું કંકાલ તપસ્યામાં બેઠેલા કોઈ સંન્યાસી જેવું દેખાય છે.’
ખુલ્લામાં પડેલું હતું આ હાડપિંજર
વર્ષ 2019 થી, આ હાડપિંજર સંગ્રહાલયમાં રાખ્યા વિના બહાર પડેલો રહ્યો. ખોદકામ પછી, ખોપરી ખુલ્લી જગ્યાએ પડી રહી. સંગ્રહાલયમાં હાડપિંજર રાખવા જરૂરી બની ગયા છે. વડનગરમાં 400 કરોડ રૂપિયાના ખર્ચે પુરાતત્વીય સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે.
ખોદકામમાં બુદ્ધ સંબંધિત અવશેષો પણ મળી આવ્યા હતા
તાજેતરમાં ગુજરાતના વડનગરમાં એક મહત્વપૂર્ણ પુરાતત્વીય શોધ થઈ છે, જ્યાં ખોદકામ દરમિયાન એક પુરુષ હાડપિંજર મળી આવ્યું છે. જે યોગ મુદ્રામાં બેઠેલા દેખાય છે. ખોદકામમાં બુદ્ધ સંબંધિત અવશેષો પણ મળી આવ્યા છે, જેમાં બે રૂમ અને ચાર દિવાલોનો સમાવેશ થાય છે. દિવાલો એક મીટર પહોળી અને બે મીટર ઊંચી છે, જે તે સમયે મજબૂત રચના દર્શાવે છે.
આ પુરુષ હાડપિંજરની ખાસિયત એ છે કે તે યોગ મુદ્રામાં છે, જે બુદ્ધના ધ્યાન મુદ્રા જેવું લાગે છે. કેટલાક પુરાતત્વવિદો તેને યોગ મુદ્રામાં લેવામાં આવેલી સમાધિ માને છે, જે પ્રાચીન ભારતમાં યોગ અને ધ્યાનની ઊંડી પરંપરાને પ્રતિબિંબિત કરે છે.
રિપોર્ટમાં જીવતા સમાધિ લીધો હોવાનો ખુલાસો
લખનઉથી આવેલા રિપોર્ટ ખુલાસો થયો હતો કે, ‘યોગ મુદ્રામાં મળી આવેલાં કંકાલ જે વ્યક્તિનું છે તેમણે જે-તે સમયે જીવતા સમાધી લીધી હતી અને સ્વેચ્છાએ મૃત્યુ મેળવ્યું હોવાની શક્યતા દર્શાવામાં આવી છે.’ જ્યારે વર્ષ 2017માં વડનગરના શર્મિષ્ઠા તળાવ નજીક ખોદકામ દરમિયાન 11 કંકાલ મળી આવ્યાં હતા.
વૈજ્ઞાનિક તપાસ હાથ ધરાઈ
વધુમાં તેમણે જણાવ્યું કે, ‘કોઈપણ વૈજ્ઞાનિક અભ્યાસ માટે ઘણો સમય લાગે છે. આ શોધ 2019 પછીની છે અને અમે તેનો વ્યવસ્થિત રીતે સંગ્રહ કર્યો છે. જેથી આવનારા ભવિષ્યમાં તેને મ્યુઝિયમમાં મૂકી શકાય. DNA રિપોર્ટ પરથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ કંકાલ ઉત્તરપૂર્વીય લોકોના ચહેરા સાથે મેળ ખાતું આવે છે. જોકે, આ મામલે વધુ પ્રકાશ ડૉ. નીરજ રાય જ આપી શકશે. અત્યાર સુધીના તમામ કંકાલ સૂતેલી અવસ્થામાં મળ્યા હતાં. પરંતુ, આ પહેલું કંકાલ એવું મળ્યું છે, જે તપસ્યા કરતી મુદ્રામાં છે. કંકાલનો જમણો હાથ તપસ્યા દરમિયાન દંડ પર મૂકવામાં આવે તે પ્રકારે જોવા મળે છે.’