પાસપોર્ટ રેન્કીંગમાં કોણ સૌથી આગળ ?
દુનિયાના વિવિધ દેશના પાસપોર્ટનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું. આર્ટન કેપિટલ નામની ફર્મ દ્વારા જાહેર કરાયેલા આ પાસપોર્ટ રેન્કિંગ રિપોર્ટમાં યુનાઈટેડ આરબ અમીરાતના પાસપોર્ટને દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટનો દરજ્જો મળ્યો છે.
યુએઈનો પાસપોર્ટ ધરાવતા લોકોને દુનિયાના 130 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે જ્યારે અન્ય 50 દેશમાં તેમને વિઝા ઓન અરાઈવલની સુવિધા પણ મળે છે. આમ, યુએઈના પાસપોર્ટનો મોબિલિટી સ્કોર 180 ગણીને તેને દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ ગણવામાં આવ્યો છે.
એવી જ રીતે, દુનિયાના કુલ 199 દેશના રેન્કિંગમાં ભારતના પાસપોર્ટને 66મું સ્થાન મળ્યું છે. ભારતીય પાસપોર્ટનો મોબિલિટી રેન્ક 77 છે. એટલે કે ભારતીય પાસપોર્ટ ધરાવનારી વ્યક્તિ 77 દેશમાં પ્રવાસ કરી શકે છે. આ ઉપરાંત 24 દેશમાં તેમને વિઝા ફ્રી એન્ટ્રી પણ મળે છે. તો આ પાસપોર્ટ ઈન્ડેક્સમાં પાકિસ્તાનનો પાસપોર્ટ 94મા ક્રમે છે. તેનો મોબિલિટી સ્કોર પણ ફક્ત 47 છે. પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતી વ્યક્તિને દુનિયાના ફક્ત પાંચ દેશમાં પ્રવેશ મળે છે.
આ ઈન્ડેક્સમાં અતિ પછાત અને યુદ્ધગ્રસ્ત દેશો પણ પાકિસ્તાનથી આગળ છે. જેમ કે આ યાદીમાં સોમાલિયા 95, ઈરાક 96, અફઘાનિસ્તાન 97, સીરિયા 98મા ક્રમે છે.