કોનામાં કેટલો દમ : બિહારમાં આજે 121 બેઠક પર મતદાન, 1314 ઉમેદવારોનું ભાવિ 3.70 કરોડ મતદારો EVMમાં કરશે કેદ
બિહારમાં 243 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીનો પ્રથમ તબક્કો 6 નવેમ્બરના ગુરુવારના રોજ યોજાવાનો છે. 18 જિલ્લાઓમાં 121 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. બધી 121 બેઠકો માટે પ્રચાર મંગળવારે સાંજે 5 વાગ્યે સમાપ્ત થઈ ગયો હતો. પ્રચારના અંતિમ દિવસે તમામ પક્ષોએ પોતાના સંપૂર્ણ પ્રયાસો કર્યા હતા. વડાપ્રધાન મોદી, અમિત શાહ યોગી સહિતના નેતાઓ દ્વારા અને મહાગઠબંધન તરફથી તેજસ્વી યાદવ, રાહુલ ગાંધી, પ્રિયંકા વગેરે દ્વારા પ્રચાર કરાયો છે. હવે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે. મતદાનનો બીજો તબક્કો 11 મીએ છે . 14 મીએ પરિણામ આવશે. પ્રથમ તબક્કામાં કૂલ 1314 ઉમેદવારો મેદાનમાં છે.
પ્રથમ ચરણમાં 3.70 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ વખતે બિહારમાં એસઆઇઆર પ્રક્રિયા બાદ મતદાન થઈ રહ્યું છે ત્યારે જંગ બરાબર રસપ્રદ રહેશે. એનડીએ અને મહાગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર છે. બંન એબાજુ લોકોનો ટેકો મળ્યાના દાવા થયા છે. સલામતીનો મજબૂત જાપ્તો ગોઠવાઈ ગયો છે.

પ્રથમ તબક્કામાં ઘણા હાઇ પ્રોફાઇલ નેતાઓ અને મંત્રીઓનું ભાવિ દાવ પર લાગેલું છે. મતદારો રાજદ નેતા તેજસ્વી યાદવ, ભોજપુરી ગાયક ખેસારી લાલ યાદવ અને 15 એનડીએ મંત્રીઓનું ભાવિ નક્કી કરશે. બે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, તેમજ મંગલ પાંડે, શ્યામ રજક, શ્રેયસી સિંહ, રામ કૃપાલ, નીતિન નવીન અને અનંત સિંહ સહિત અનેક અગ્રણી નેતાઓનું ભાવિ ઇવીએમમઆ કેદ થશે. મહાગઠબંધન “મૈત્રીપૂર્ણ લડાઈ” માં 12 બેઠકો પર પણ ચૂંટણી લડી રહ્યું છે.
પ્રથમ તબક્કામાં 37.5 મિલિયન 13 હજાર 302 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આમાંથી 1 કરોડ 98 લાખ 35 હજાર 325 પુરુષો, 1 કરોડ 76 લાખ 77 હજાર 219 મહિલાઓ અને 758 તૃતીય લિંગ મતદારો મતદાન કરશે. આ તબક્કામાં 45,341 બૂથ પર મતદાન થશે.
આ પણ વાંચો : PM મોદી ફરી આવશે ગુજરાત: બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કરશે સમીક્ષા, ડેડીયાપાડામાં આદિવાસી સમુદાયના લોકોને સંબોધશે
પ્રથમ તબક્કામાં કોના કેટલા ઉમેદવારો મેદાનમાં
બિહારમાં પ્રથમ તબક્કાના મતદાનમાં ભાજપના 48, જનતા દળના 57, વીઆઇપીના 4 આરએલએમના 2,એલજેપીના 13 ઉમેદવારો તેમજ મહાગઠબંધન તરફથી રાજદના 71, કોંગ્રેસના 24, સીપીઆઇના 14, આઇઆઇપીના 3 તેમજ પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીના 118 ઉમેદવારો મેદાનમાં છે.
