ગુજરાત બજેટ : પોલીસ બોલાવવી હોય કે પછી ફાયરબ્રિગેડ, નંબર એક જ: 112
ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રિયકૃત વ્યવસ્થા ચાલુ કરાશે તેવી જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે, એક જ નંબર 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રિયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં ૧૦ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મિનિટમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જનરક્ષક યોજના શરૂ કરવાની હું જાહેરાત કરું છું. આ માટે સંપૂર્ણ રાજયમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ ૧૧૦૦ જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.