ખાંડના ઉત્પાદન અંગે શું આવ્યો અહેવાલ ? ભાવ વધશે ? વાંચો
- ખાંડના ઉત્પાદનમાં ઘટાડો ,ભાવ વધવાનો ભય
- ઇથેનોલના ઉત્પાદનમાં ભારે વધારો થતાં મુશ્કેલી ઊભી થઈ છે
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
ઇથેનોલ ઉત્પાદનમાં વધારાને કારણે દેશમાં ચાલુ વર્ષમાં ખાંડનું ઉત્પાદન 30 મિલિયન ટન ઘટવાની ધારણા છે. જો કે, ખાંડ મિલોની આવકમાં 10%નો વધારો જોવા મળી શકે છે, જેનું કારણ વેચાણનું પ્રમાણ અને મજબૂત સ્થાનિક ભાવ છે. ઇથેનોલ સંમિશ્રણ માટે નફાકારકતામાં સુધારો અને સરકારના સમર્થન સાથે આ ક્ષેત્રનો દેખાવ સ્થિર રહે છે. સાથોસાથ ખાંડના ભાવમાં વધારો થવાનો પણ ભય છે.
ઇથેનોલ ડાયવર્ઝનની અસર
આઇસીઆરેનો અંદાજ છે કે ઇથેનોલ ડાયવર્ઝનને કારણે ખાંડના ક્લોઝિંગ સ્ટોક લેવલ સાધારણ ઊંચા રહેશે. ઇથેનોલ ડાયવર્ઝન 4 મેટ્રિક ટન સુધી હોઇ શકે છે. આ ક્ષેત્ર માટે ઇથેનોલ ડાયવર્ઝન મર્યાદા અને નિકાસ અંગેની નીતિઓની સ્પષ્ટતા મહત્વપૂર્ણ રહેશે.
સ્થાનિક ભાવ પર અસર થશે?
સ્થાનિક ખાંડના ભાવ રૂ. 38-39 પ્રતિ કિલો વચ્ચે સ્થિર રહી શકે છે, જે ખાંડ મિલોની નફાકારકતાને વેગ આપશે. આ સ્થિરતા આગામી ખાંડની સિઝનની શરૂઆત સુધી ચાલુ રહેવાની ધારણા છે. ભાવમાં વધારો પણ શક્ય છે.
નફાનો ગાળો
સુગર મિલો અપેક્ષા રાખે છે કે નાણાકીય વર્ષ 2025માં પણ તેઓ નાણાકીય વર્ષ 2024ની જેમ જ ઓપરેશનલ પ્રોફિટ માર્જિન જાળવી રાખશે. આનું કારણ ખાંડનું સારું વેચાણ અને શેરડીના ઊંચા ભાવ છે, જેને ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ દ્વારા સરકારી સમર્થન દ્વારા પ્રોત્સાહન મળ્યું છે.