અસામાજિક તત્વોને લઈને પરિમલ નથવાણીએ શું આપ્યું નિવેદન ??
લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં 7મી મેના રોજ મતદાન પ્રકિયા હાથ ધરાશે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે થોડા દિવસ પહેલા જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની પ્રચાર ઝુંબેશ દરમિયાન વિરોધ થયો હતો ત્યારે રિલાયન્સના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ અને રાજ્ય સભાના સાંસદ પરિમલ નથવાણીએ પ્રચાર ઝુંબેશ દરમિયાન થયેલા વિરોધને લઈને મીડિયા સાથે વાતચીત કરી હતી
પરિમલ નથવાણીએ સાંસદ પૂનમબેન માડમની પ્રચાર ઝુંબેશ દરમિયાન થતા વિરોધને લઈને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અસામાજિક તત્વોને પ્રોત્સાહન ન આપવું જોઈએ તેમજ શાંતિ જળવાય એવું વાતાવરણ ઉભું કરો. પરિમલ નથવાણીએ હાલના કલુષિત રાજકીય વાતાવરણ અંગે કરી ગહન ચર્ચા સાથે ચિંતા દર્શાવી છે. ચૂંટણી આવશે અને જશે ત્યારે મત મતાંતર ન કરવા પરંતુ પ્રશ્નોનું નિરાકરણ લાવવું. કોંગ્રેસના ઉમેદવાર બાબતે પણ નકારાત્મક વાત ન કરવી જોઈએ
વધુમાં તેમણે જણાવ્યું કે પૂર્વ એમપી ચંદ્રેશભાઈ અને વિક્રમભાઈ પણ હતા ત્યારે આવું વાતાવરણ નહોતું, જે અત્યારે છે. હાલ અમુક તત્વો નાના વીડિયો બનાવી પબ્લિસિટી કરે છે સનસનાટી ન ફેલાવે છે. વિરોધના ફોટા વિડિઓ વાયરલ કરે એ સારી બાબત ન કહેવાય. ચૂંટણી તો જતી રેવાની છે, આપણે ક્યાં જવાના છીએ ?? ત્યારે તેમણે કહયું કે સોશિયલ મિડીયાના ગેર ઉપયોગ પર રાજ્ય સભામાં ચર્ચાઓ કરીશ. આમ પરિમલ નથવાણીએ હાલના કલુષિત રાજકીય વાતાવરણ અંગે કરી ગહન ચર્ચા સાથે ચિંતા જતાવી હતી.