વૈશ્વિક અનિશ્ચિતતાને લઈને નાણા મંત્રાલયે શું અહેવાલ આપ્યો ? વાંચો
અમેરિકા દ્વારા વેપાર ભાગીદારો પર પારસ્પરિક ટેરિફ લાદવાના અમલ પહેલા, નાણા મંત્રાલયે કહ્યું છે કે રાજકીય તણાવ, વેપાર નીતિની અનિશ્ચિતતા ભારત સહિત વૈશ્વિક આર્થિક વિકાસ માટે મોટા જોખમો ઊભાકરી શકે છે. નાણા મંત્રાલયનો ફેબ્રુઆરી મહિનાનો માસિક આર્થિક સમીક્ષા અહેવાલ પ્રકાશિત થયો છે તેમાં ચેતવણી આપવામાં આવી છે કે ભારતે વિદેશમાં પ્રવર્તતા નિરાશાવાદથી સાવધ રહેવું જોઈએ. દેશની આર્થિક વૃધ્ધિને ખતરો પણ છે .
સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે, “જો ખાનગી ક્ષેત્ર ભારતીય અર્થતંત્રની મજબૂતાઈ અને તેની સ્થિર વૃદ્ધિની સંભાવનાઓમાં વિશ્વાસ સાથે રોકાણ કરે છે, તો વૃદ્ધિ સામેના જોખમોને મોટાભાગે કાબુમાં લઈ શકાય છે.” નાણા મંત્રાલયે ભાર મૂક્યો છે કે ઉદ્યોગે તેના રોકાણ ખર્ચ અને વપરાશ માંગ વચ્ચેના સંબંધને ઓળખવો જોઈએ.
મંત્રાલયને આશા છે કે વ્યક્તિગત આવકવેરામાં રાહત મધ્યમ વર્ગ માટે ખર્ચ કરવા માટે વધુ પૈસા છોડશે અને વપરાશની માંગમાં વધારો કરી શકે છે. ખાનગી ક્ષેત્રે આ પગલાંઓમાંથી પ્રેરણા લેવી જોઈએ અને ક્ષમતા વિસ્તરણ માટે રોકાણ શરૂ કરવું જોઈએ. અત્યારે અમેરિકાઆની આર્થિક અને વેપારી નીતિને લીધે દુનિયાભરમાં ઉથલપાથલની ચિંતા ફેલાયેલી છે.
અહેવાલમાં જણાવ્યું હતું કે કૃષિ ઉત્પાદન અંદાજ ડેટા ખાદ્ય ફુગાવા માટે સકારાત્મક સંકેત આપે છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં તાજેતરમાં ઘટાડો થવાને કારણે ફેબ્રુઆરી 2025માં છૂટક ફુગાવો ઘટીને 3.6 ટકા થયો હતો.