મોરબીમાં કરાયું પાણીના કુંડાનું વિતરણ, કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવા મળશે ઠંડુ પાણી
હાલ ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે પક્ષીઓને પીવા માટેનું પાણી મળી રહી તે માટે મોરબીમાં મયુર નેચર કલબ દ્વારા આજે તા. 13-03-2025 ને રવિવારના રોજ મોરબીના કે.કે. સ્ટીલ ખાતે સંદેશ ઓફિસ નીચે રામ ચોક ખાતે કરાયું હતું. લોકો તરફથી સારો સહકાર મળતા માત્ર બે કલાકમાં જ 1500 જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, મોરબીમાં મયુર નેચર ક્લબ દ્વારા પ્રકૃતિને લગતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દર વર્ષે ચોમાસામાં વૃક્ષારોપણ માટે રોપાનું વિતરણ કરવામાં આવતું હોય છે. થોડા દિવસ પહેલા જ ચકલીના માળાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
તુલસી વિવાહ અંતર્ગત તુલસીના છોડનું પણ વિતરણ કરવામાં આવે છે. ત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ઘરે ઘરે પક્ષીઓને પણ પીવાનું પાણી મળી રહે તે માટે નિઃશુલ્ક કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પક્ષીઓ માટે ચકલીના માળા અને પાણીના કુંડાનું નિશુલ્ક વિતરણ કરાયું
કાળઝાળ ગરમીમા પક્ષીઓને પીવા માટે ઠંડુ પાણી મળી રહી તે હેતુથી મયુર નેચર કલબ અને લાઇન્સ ક્લબ મોરબી દ્વારા અલગ અલગ બે સ્થળો પક્ષીઓ માટે ચકલીના માળા તેમજ નિશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકો તરફથી સારો સહકાર મળતા માત્ર બે કલાકમાં જ 1500 જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મોરબીમાં મયુર નેચર ક્લબ દ્વારા પ્રકૃતિને લગતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દર વર્ષે ચોમાસામાં વૃક્ષારોપણ માટે રોપાનું વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે તાજેતરમાં ચકલીના માળાઓનું વિતરણ કરાયા બાદ રવિવારે સંદેશ બ્યુરો ઓફીસ નીચે પક્ષીઓને જલસેવા માટે નિશુલ્ક પાણીના કુંડા કરવામાં આવ્યું હતું. 1500 લોકો પણ આ સેવા કાર્યમા ઉત્સાહભેર જોડાયા હતા અને ઘરે ઘરે પક્ષીઓને પકવીકમનું પાણી મળી રહે તે માટેની લોકો જોડાયા હતા.
આ ઉપરાંત લાઈન્સ કલબ ઓફ મોરબી દ્વારા પણ ઉનાળાનાં ધોમધખતા તાપમાં અબોલ પક્ષીઓની સેવા માટે લાઈન્સ કલબ ઓફ મોરબી નજરબાગ દ્વારા નરસંગ ટેકરી મંદિર વાળા ચોકમાં ચકલીનાં માળા(પૂઠાનાં), માટીનાં પાણી / ચણ માટેનાં કુંડા, ઓટો બર્ડ ફીડર, લીનાં માળા (માટીનાં ડેકોરેટીવ), સાકળ વાળા કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.