અમદાવાદમાં ફૂટપાથ પર સૂતાં ગરીબોની બાજુમાં અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટરે જુઓ શું મૂક્યું
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. એક પછી એક અનેક ચેમ્પિયન ટીમોને હરાવીને તેણે બતાવ્યું છે કે તે હવે કોઈપણ ટીમને હરાવવા સક્ષમ છે. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત સેમિફાઇનલની રેસમાં દોડી રહી હતી, પરંતુ અંતે તેણે છઠ્ઠા સ્થાને રહીને પોતાની સફર સમાપ્ત કરી. અફઘાનિસ્તાનના ખેલાડીઓએ પણ ભારતના લોકોને ભરપૂર પ્રેમ આપ્યો છે. આવો જ એક ગુપ્ત રીતે બનાવાયેલ વિડીયો સામે આવ્યો કે જેમાં ગઈ કાલે રાત્રે 3 વાગ્યે અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ રસ્તાઓ પર રહેતા લોકો પાસે જઈને દિવાળીની ઉજવણી માટે પૈસા વહેચતો જોવા મળ્યો હતો.
Rahmanullah Gurbaz silently gave money to the needy people on the streets of Ahmedabad so they could celebrate Diwali.
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 12, 2023
– A beautiful gesture by Gurbaz. pic.twitter.com/6HY1TqjHg4
અફઘાનિસ્તાન ટીમને ભારતીય પ્રેક્ષકોનો ઘણો સપોર્ટ મળ્યો છે. અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે અમદાવાદના રસ્તાઓ પર રહેતા લોકો પાસે જઈને દિવાળીની ઉજવણી માટે પૈસા આપ્યા છે. ગુરબાઝને તેની ઉદારતા માટે કોઈ પ્રચાર કરવાની જરૂર નહોતી. તેથી જ તે અમદાવાદના રસ્તાઓ પર રહેતા ગરીબ લોકો પાસે રાત્રે ત્રણ વાગ્યે એકલો ગયો હતો. બધા સૂતા હતા, માત્ર એક જ જાગ્યો હતો. ગુરબાઝે 500-500ની નોટો ઉંઘી રહેલા ગરીબ લોકોની બાજુમાં મૂકી, જાગી રહેલી મહિલાના હાથમાં પૈસા આપ્યા અને પછી ચુપચાપ કારમાં બેસીને ચાલ્યો ગયો.
આ દરમિયાન એક સામાન્ય વ્યક્તિએ ગુરબાઝને ઓળખ્યો અને તેને પૈસા વહેંચતા જોયો દૂરથી તેનો વીડિયો બનાવ્યો, અને જ્યારે ગુરબાઝ ત્યાંથી નીકળ્યો, ત્યારે તે ગરીબ લોકોની નજીક ગયો અને જોયું કે કેવી રીતે ગુરબાઝે બધા સૂતેલા ગરીબોની બાજુમાં પૈસા વહેંચ્યા. લોકો પાસે પૈસા રાખ્યા છે, જેથી તેઓ 12મી નવેમ્બરની સવારે જાગી શકે અને દિવાળી ઉજવી શકે. રહેમાનુલ્લા ગુરબાઝનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગુરબાઝને ભારતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.
અફઘાનિસ્તાનના સૌથી લોકપ્રિય ખેલાડી રાશિદ ખાન ઉપરાંત રહેમાનુલ્લા ગુરબાઝ પણ દર વર્ષે ઓછામાં ઓછા બે મહિના ભારતમાં રહે છે. તે IPLનો મહત્વનો ખેલાડી છે. તે ગુજરાત ટાઇટન્સ માટે પણ ક્રિકેટ રમી ચુક્યો છે, તે સમયે અમદાવાદ તેનું IPLનું હોમ ગ્રાઉન્ડ હતું. આથી ગુરબાઝને પણ અમદાવાદ સાથે ખાસ સંબંધ છે. જોકે, આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ હતી જેમાં અફઘાનિસ્તાને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.