VIDEO: વડોદરા એરપોર્ટ પર કોહલીનું આગમન, મોટી સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા,વિરાટની એક ઝલક જોવા માટે ચાહકોની પડાપડી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે અને પાંચ ટી20 મેચની શ્રેણી રમવાની છે. બંને ટીમો વચ્ચે પહેલી વનડે 11 જાન્યુઆરીથી શરૂ થશે. શ્રેણીની પહેલી વનડે 11 જાન્યુઆરીએ વડોદરામાં રમાશે. વિરાટ કોહલી આ મેચ માટે 7 ડિસેમ્બરે વડોદરાપહોંચ્યા હતા, જ્યાં તેમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા હતા.
વિરાટ કોહલીને જોવા માટે એરપોર્ટ પર ફેન્સ ઉમટ્યા
વિરાટ કોહલી 7 ડિસેમ્બરે ન્યુઝીલેન્ડ સામે પહેલી વનડે રમવા માટે વડોદરા પહોંચ્યો હતો. તેની એક ઝલક જોવા માટે એરપોર્ટ પર ચાહકોની ભારે ભીડ એકઠી થઈ હતી. ભીડ એટલી મોટી હતી કે વિરાટ કોહલી માટે ત્યાંથી નીકળવું મુશ્કેલ બની ગયું. ચાહકોએ તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો, ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓએ ઘણી મહેનત પછી તેને તેની કાર સુધી લઈ ગયા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભારતની ટીમ હયાત હોટલમાં રહેશે
વડોદરામાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો માટે જુદી જુદી હોટલો બુક કરવામાં આવી છે. ભારતની ટીમ હયાત હોટલમાં રહેશે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ઓફિશિયલ્સ આઈટીસી વેલકમ હોટલમાં રોકાશે. બંને ટીમો કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ત્રણ દિવસ પ્રેક્ટિસ કરશે. 8 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ બપોરે અને ભારત સાંજે પ્રેક્ટિસ કરશે, જ્યારે 9 અને 10 જાન્યુઆરીએ બંને ટીમો ત્રણ-ત્રણ કલાક પ્રેક્ટિસ કરશે.
A THUMBS UP & SMILE FROM VIRAT KOHLI FOR FANS AS HE DEPARTS FOR VADODARA FOR THE ODI SERIES. 🐐♥️ pic.twitter.com/cMx2cTDtGN
— Tanuj (@ImTanujSingh) January 7, 2026
વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં
વિરાટ કોહલી છેલ્લા કેટલાક મહિનાઓથી શાનદાર ફોર્મમાં છે. તે સતત રન બનાવી રહ્યો છે. કોહલીની રમવાની શૈલી પણ બદલાઈ ગઈ છે. હવે, તે પહેલા જ બોલ પર ચોગ્ગા અને છગ્ગા મારવાનું શરૂ કરે છે. ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની અંતિમ મેચમાં કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી અને રોહિત સાથે મળીને ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો.
વિરાટ કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં સદી ફટકારી હતી
આ પછી, વિરાટ કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં બે મેચ રમી હતી. કિંગ કોહલીએ પહેલી મેચમાં 131 રન અને બીજી મેચમાં 77 રન બનાવ્યા હતા. ભારતીય સ્ટાર બેટ્સમેનનું આ ફોર્મ ચોક્કસપણે ન્યૂઝીલેન્ડ કેમ્પમાં ભયનું વાતાવરણ પેદા કરશે. હવે, જ્યારે કોહલી ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં મેદાનમાં ઉતરશે, ત્યારે ટીમ ઈન્ડિયા સહિત ચાહકો તેની પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રાખશે.
