રાસ ગરબાની રમઝટ : વરુણ ધવન-જાહ્નવી કપૂર અમદાવાદમાં ગરબે ઘૂમ્યા, ટ્રેડિશનલ લુકના PHOTOS થયા વાયરલ
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હાલ ધામધૂમથી નવરાત્રીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતની શાન એટલે ગરબા. માતાજીની આરાધના સાથે ગરબા રમવાનું ચલણ વધી રહ્યું છે ત્યારે બૉલીવુડ પણ ગરબાના રંગે રંગાઈ ગયું છે. ત્યારે ત્યારે નવલી નવરાત્રિના ત્રીજા નોરતે ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ના સ્ટાર કાસ્ટ જાહ્નવી કપૂર, વરુણ ધવન, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ સહિતના અમદાવાદના મહેમાન બન્યા હતાં અને ગરબાના તાલે જૂમી ઉઠયા હતા.
અમદાવાદમાં ફિલ્મ સની સંસ્કારીની તુલસી કુમારીની સ્ટારકાસ્ટ અમદાવાદ આવી પહોંચી હતી અને રસની રમજટ બોલાવી હતી. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરે પરંપરાગત શૈલીમાં નવરાત્રી ઉજવણીના ફોટા શેર કર્યા. તેની સાથે તેની આગામી ફિલ્મ “સની સંસ્કાર કી તુલસી કુમારી” ના તેના સહ કલાકારો, વરુણ ધવન, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ અને મનીષ પોલ પણ હતા.

નવલી નવરાત્રિના ત્રીજા નોરતે ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ના સ્ટાર કાસ્ટ જાહ્નવી કપૂર, વરુણ ધવન, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ સહિતના અમદાવાદના મહેમાન બન્યા હતાં. બોલીવુડના કલાકારો પરંપરાગત પોશાક પહેરીને આવ્યા હતા. અહીં વરુણ ધવને ગુજરાત એટલે ગરબા…ગુજરાત એટલે ધમાલ…કહેતા જ અમદાવાદીઓએ બુમાબુમ કરી માહોલ બનાવી દીધો હતો. બાદમાં ગુજરાતી ગીત પર જાહ્નવી કપૂર, વરુણ ધવન સહિતના બોલિવૂડ સ્ટાર ગરબે રમ્યા હતાં. બોલીવુડના કલાકારોને ગરબે રમત જોઈને ફેન્સ ખુશખુશાલ થઈ ગયા હતા.

જાહ્નવી કપૂરની પોસ્ટ
જાહ્નવી કપૂરે આજે ઇન્સ્ટાગ્રામ પર તેની આગામી ફિલ્મ “સની સંસ્કાર કી તુલસી કુમારી” ના તેના સહ કલાકારો સાથે ફોટા શેર કર્યા. આ ફોટામાં, વરુણ, રોહિત, સાન્યા અને જાહ્નવી પોતે પરંપરાગત, સ્ટાઇલિશ પોશાક પહેરેલા જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતા, જાહ્નવીએ લખ્યું, “હેપ્પી નવરાત્રી, સંસ્કારી સ્ટાઇલ.” પહેલા ફોટામાં, તેઓ સાથે પોઝ આપતા જોવા મળે છે. અન્ય ફોટામાં, જાહ્નવી એકલી અને વરુણ અને સાન્યા સાથે હસતી જોવા મળે છે.

‘સની સંસ્કાર કી તુલસી કુમારી’ વિશે
‘સની સંસ્કાર કી તુલસી કુમારી’ ફિલ્મનું રોમેન્ટિક ગીત ‘તુ હૈ મેરી’ તાજેતરમાં રિલીઝ થયું હતું. તે સચેત-પરંપરા દ્વારા ગાયું અને રચાયું છે, અને કૌસર મુનીરે ગીતો લખ્યા છે. શશાંક ખૈતાન દ્વારા દિગ્દર્શિત, આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ 2 ઓક્ટોબર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. વરુણ ધવન, જાહ્નવી કપૂર, સાન્યા મલ્હોત્રા, રોહિત સરાફ, અક્ષય ઓબેરોય અને મનીષ પોલ મુખ્ય ભૂમિકામાં છે.
