અનંત અંબાણી લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર વડોદરાના યુવકની ધરપકડ
અનંત અંબાણી લગ્નમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર વડોદરાના યુવકની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ માંથી ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા ટ્વીટર પર ધમકી આપનાર શખ્સની ધરપકડ કરીને મુંબઈ લઇ જવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે તેની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થયા હતા. 13 જુલાઈના રોજ અંબાણી પરિવારે કપલ માટે ‘શુભ આશીર્વાદ’ સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં પીએમ નરેન્દ્ર મોદીથી લઈને મોટા દિગ્ગજ કલાકારો અને રાજનેતાઓ હાજર રહ્યા હતા. ‘શુભ આશીર્વાદ’ પછી, રિસેપ્શન 14મી જુલાઈ એટલે કે રવિવારે યોજવામાં આવ્યું હતું. ત્યારે અનંત અંબાણીના લગ્ન દરમિયાન તેમના લગ્નસ્થળને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ મુંબઈ પોલીસની ટીમ એક્શનમાં આવી હતી. પોલીસ દ્વારા જીઓ કન્વેશન્શન સેન્ટર ખાતે બોમ્બ સ્વોડ અને ડોગ સ્કવોડ મુકીને ખૂણે ખૂણે તપાસ કરી હતી. ત્યારે તપાસનો દોર ગુજરાત સુધી લંબાવવામાં આવ્યો હતો અને લગ્ન સમારોહમાં જીઓ કન્વેન્સન સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર વિરલ કલ્પેશભાઈ આસરાની વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે.
શું મળી હતી ધમકી
સોશિયલ મીડિયા પ્લેફોર્મ પર એક યુઝરે અંગ્રેજીમાં ધમકી આપી હતી. જેમાં લખ્યું હતું કે, ”મારા મગજમાં એક ખૂબ જ શર્મજનક વિચાર આવ્યો છે. જો અંબાણીના લગ્નમાં એક બોમ્બ આવી જાય, અડધી દુનિયા આમ તેમ થઈ જશે. ઘણા અરબ ડોલર માત્ર એક જ પિન કોડમાં…” આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને મુંબઈ પોલીસે વડોદરાના આજવા રોડ પરના સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટમાંથી ધરપકડ કરી હતી. વડોદરાની બાપોદ પોલીસને સાથે રાખીને યુવકને દબોચી લેવામાં આવ્યો હતો અને મુંબઈ લઇ જવામાં આવ્યો છે જ્યાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.
અનંત-રાધિકાના લગ્ન 12મી જુલાઈના રોજ થયા હતા
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થયા હતા. 13 જુલાઈના રોજ અંબાણી પરિવારે કપલ માટે ‘શુભ આશીર્વાદ’ સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં પીએમ નરેન્દ્ર મોદીથી લઈને મોટા દિગ્ગજ કલાકારો અને રાજનેતાઓ હાજર રહ્યા હતા. ‘શુભ આશીર્વાદ’ પછી, રિસેપ્શન 14મી જુલાઈ એટલે કે રવિવારે યોજવામાં આવ્યું હતું. અનંત-રાધિકાના રિસેપ્શનમાં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. તમામ ફંક્શન્સ પૂરા થયા બાદ અનંત-રાધિકા પરિવાર સાથે લંડન જશે.
આ લગ્નમાં બોલિવૂડ સેલિબ્રિટીની સાથે બિઝનેસ સેક્ટર, સ્પોર્ટ્સ, પોલિટિકલ સેક્ટર સહિતની અનેક ઈન્ટરનેશનલ સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. વિદેશી મહેમાનોમાં ફૂટબોલર ડેવિડ બેકહામ અને તેની પત્ની વિક્ટોરિયા બેકહામ, કેનેડિયન રેપર અને સિંગર ડ્રેક, અમેરિકન સિંગર લાના ડેલ રે, કિમ અને કોહલ કાર્દાશિયનથી લઈને WWE રેસલર જ્હોન સીના સુધી ઘણા પ્રખ્યાત લોકો પહોંચ્યા હતા.