મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોરબંદરમાં કરી સફાઈ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહાત્મા ગાંધીની જન્મ જયંતી એ પોરબંદરના સુદામા મંદિર પરિસરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈશ્રમદાનમાં સહભાગી થયા હતા તેઓની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવો પણ સહભાગી થયા હતા
ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોરબંદર સુદામા મંદિર ખાતે શ્રમદાનમાં સહભાગી બન્યાં હતાં.સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાલક્ષી જનજાગૃતિ સુદ્રઢ કરવા રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન થકી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતાનું કાર્ય વેગવંતુ બન્યું છે. ત્યારે આજરોજ મુખ્યમંત્રીએ વ્યક્તિગત રીતે સુદામા મંદિર પરિસરમાં શ્રમદાન કરી ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’માં પોતાની સહભાગીદારી નોંધાવી હતી.આ દરમિયાન મુખ્યમંત્રીએ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી કલાકૃતિ પણ નિહાળી હતી અને સુદામાજીના દર્શન કરી મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.