હાર્દિક પંડ્યાને વડોદરાએ ફૂલડે વધાવ્યો : રોડ-શોમાં જંગી મેદની ઉમટી પડી
ટીમ ઇન્ડિયા ટી – 20 ફોરમેટમાં વર્લ્ડ કપ જીત્યા બાદ પ્રથમ વખત વડોદરામાં આવેલા હાર્દિક પંડ્યા ને પોંખવા માટે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. . આ રોડ-શો સાંજે 6 – 05 કલાકે માંડવીથી શરૂ થયો હતો અને ત્યારે ક્રિકેટરના સ્વાગતમાં આખુ વડોદરા રસ્તા પર ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. માંડવી ગેટ થી લઇને લહેરીપુરી દરવાજા સુધી માનવમહેરામણ ઉમટી પડ્યું હોય તેવું લાગી રહ્યું હતું. આખા રસ્તે હાર્દિક હાર્દિંક નાં નારા લાગ્યા હતા.
ટીમ ઇન્ડિયાની ટીશર્ટમાં ખુલ્લી બસમાંથી હાર્દિક પંડ્યાએ પોતાના ચાહકોનું અભિવાદન ઝીલ્યુ હતું. આ કાર્યક્રમમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવતા 7 **DCP, 14 ACP, 50 PI, 86 PIS, 1700 જવાન, 1 હજાર હોમગાર્ડ અને **3 SRPની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. રસ્તાની બંને બાજુ વિવિધ પ્રકારના બેનર્સ ક્રિકેટ ફેન્સના હાથમાં જોવા મળ્યા હતા.
આ રોડ શો માંડવીથી શરૂ થઇને લહેરીપુરા દરવાજા, ન્યાય મંદિર, ફાયર બ્રિગેડ ચાર રસ્તા, દાંડીયાબજાર ચાર રસ્તા થઇ મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી આવીને અકોટા-દાંડીયાબજાર બ્રિજ સોલાર પેનલ પાસે પૂર્ણ થયો હતો.