Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

હરિફને પતાવી દેવા અપાઈ બે લાખની સોપારી! રાજકોટમાં રહેતા સ્ક્રેપના ધંધાર્થીનું યુપી-બિહાર સ્ટાઈલથી કારસ્તાન

Tue, September 30 2025

રાજકોટમાં પણ હવે ઉત્તરપ્રદેશ અને બિહાર સ્ટાઈલથી હરિફને પતાવી દેવા માટે સોપારી આપવાનું શરૂ કરવામાં આવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. થોડા સમય પહેલાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે બરકતનગર શેરી નં.5માંથી એક શખસને હથિયાર સાથે પકડ્યો હતો જેની પૂછપરછ દરમિયાન એવો ખુલાસો થયો હતો કે આ શખસને હથિયાર સાચવવા માટે બરકતીનગરના જ શખસે આપ્યા હતા પરંતુ હથિયાર સાચવવા માટે આપી જનાર શખસ હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં બંધ હોય તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી પૂછપરછ કરાતા આખોયે મામલો હત્યાની સોપારી સાથે જોડાયેલો હોવાનું ખુલતા પોલીસ પણ સ્તબ્ધ બની જવા પામી હતી.

આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલિયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.બી.જાડેજા અને તેમની ટીમે થોડા સમય પહેલાં રાજકોટના બરકતીનગર શેરી નં.5માંથી સરફરાઝ શબ્દરભાઈ પઠાણને એક ગેરકાયદેસર પીસ્તલ તેમજ એક દેશી બનાવટના બાર બોરના જોટા તેમજ ચાર કાર્ટીસ સાથે પકડી પાડ્યો હતો. સરફરાઝની પૂછપરછમાં એવો ખુલાસો થયો હતો કે તેને આ હથિયાર તેમજ કાર્ટિસ આશિફ હસનઅલી શેખ (રહે.બરકતીનગર શેરી નં.2)એ સાચવવા આપ્યા હતા.

પોલીસે આશિફની તપાસ કરતા તે તાલુકા પોલીસ મથકના ચોપડે નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં રાજકોટ જેલમાં બંધ હોય જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો મેળવી ચાર દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :આસોમાં અષાઢ : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ,રાજકોટ સહિત આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

રિમાન્ડ દરમિયાન આશિફઅલી પોપટ બની ગયો હતો અને તેણે જણાવ્યું હતું કે તેના ઘર પાસે રહેતા અને ભંગારનો ધંધો કરતા લાલમહમ્મદ રસિદખાન પઠાણ (રહે.બરકતીનગર શેરી નં.2)ને એ જ શેરીમાં રહેતા અને કારખાનામાંથી ડાયરેક્ટ ભંગારની ખરીદી કરતા અજીજઅલી મુબારકઅલી સૈયદ સાથે ધંધાકીય હરિફાઈ તેમજ છોકરા બાબતે માથાકૂટ ચાલતી હોય અજીજઅલીને મરાવી નાખવા માટે લાલમોહમ્મદખાને આશિફને બે લાખ રૂપિયાની સોપારી આપી હતી. આ પછી આશિફ પોતાના વતનમાંથી પીસ્તલ લઈ આવ્યો હતો જેની તસવીર લાલમહમ્મદખાનને બતાવતા તેણે એડવાન્સ પેટે 36 હજાર ફોન-પે મારફતે તેમજ દસ હજાર રોકડા આપ્યા હતા. જો કે સોપારી લીધા બાદ હત્યાને અંજામ આપે તે પહેલાં જ આસીફઅલીને અન્ય શખસ સાથે માથાકૂટ થતા જેલમાં જવું પડ્યું હતું. આસીફઅલીની કબૂલાતના આધારે ક્રાઈમ બ્રાન્ચે મુળ ઉત્તરપ્રદેશ અને હાલ રાજકોટના બરકતીનગર શેરી નં.2માં રહેતા લાલમોહમ્મદખાન રસિદખાન પઠાણને પકડી પાડ્યો હતો.

આ પણ વાંચો :Kangana Ranaut: માનહાનિ કેસમાં કંગનાને ઝટકો,કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થવાની અરજી ફગાવી

આરોપીની પત્નીને ખબર પડી જતા પતિને દરગાહે લઈ જઈ સમ ખવડાવ્યા !

પોલીસ તપાસમાં એવી વિગત પણ સામે આવી છે કે લાલમોહમ્મદખાન પઠાણે તેના હરિફ અજીજઅલી સૈયદની હત્યા કરાવી નાખવા માટે બે લાખની સોપારી આપ્યાની જાણ પત્નીને થઈ જતાં તે હેબતાઈ ગઈ હતી અને તે તાત્કાલિક પતિને જંક્શન પાસે આવેલી એક દરગાહ પર લઈ જઈને આવું કોઈ જ કૃત્ય ન કરવાના સમ ખવડાવ્યા હતા સાથે સાથે એમ પણ કહ્યું હતું કે તમે હત્યા કરવા માટે એડવાન્સપેટે જે 46 હજાર રૂપિયા આપ્યા છે તે પણ જતા કરી દેજો…!!

હત્યા કર્યા બાદ છોડાવવા માટે જે ખર્ચ થાય તે આપવા પણ બંધાયો’તો

હત્યા માટે સોપારી આપ્યા બાદ લાલમોહમ્મદખાન પઠાણે આસીફ હસનઅલી શેખને કહ્યું હતું કે તેને સોપારી પેટે બે લાખ રૂપિયા આપશે અને તે પકડાઈ ગયા બાદ તેને જેલમાંથી છોડાવવા માટે પણ જે ખર્ચ થશે તેનું ચૂકવણું પણ કરશે ! જો કે પોલીસની સજાગતાને કારણે હત્યાનો બનાવ બનતા અટક્યો હતો સાથે સાથે આરોપીઓ પણ પકડાઈ ગયા હતા.

Share Article

Other Articles

Previous

70થી 80 લાખમાં 233 ફ્લેટનું વેચાણ કર્યા બાદ મેન્ટેનન્સના 5.65 કરોડ ‘સ્વાહા’ : રાજકોટ કલેકટર-કમિશનરને રજૂઆત

Next

આસોમાં અષાઢ : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ,રાજકોટ સહિત આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
દેશમાં વધુ એક પૂલવામા જેવા આતંકી હુમલાનું કાવતરું હતું! ગાઝિયાબાદથી પકડાયેલા 6 શખસોએ કરી કબૂલાત
5 કલાક પહેલા
ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની પર ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહી: અધધધ..₹5786 કરોડની નોટિસ,જાણો શું છે મામલો
6 કલાક પહેલા
ગાંધીનગર: UCC ડ્રાફ્ટને કેબિનેટની મંજુરી, લગ્ન નોંધણી ફરજિયાત,લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે
6 કલાક પહેલા
આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: જાણો ઘટ્ટ સ્થાપનાના મુહૂર્ત, માતાજીની પૂજા-ભોગની સંપૂર્ણ માહિતી
6 કલાક પહેલા
Categories

નેશનલ

2998 Posts

Related Posts

રાજકોટના હેર આર્ટિસ્ટે છેક મુંબઈ જઈને તારક મહેતાની ટીમને આપ્યો નવો લુક
રાજકોટ
2 વર્ષ પહેલા
ધો.12 વિજ્ઞાનપ્રવાહ અને ગુજકેટનાં પરિણામ અંગે ફેક પરિપત્ર સોશ્યલ મીડિયામાં ફરતો થયો
ગુજરાત
11 મહિના પહેલા
અજીત પવારના મૃત્યુ બાદ હવે પત્ની બની શકે છે નાયબ મુખ્યમંત્રી: સુનેત્રા પવારને મળ્યા છગન ભૂજબળ અને પ્રફુલ પટેલ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ આજે નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી
ધાર્મિક
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર