ગોંડલના ચરખડી ગામે કુતરા બાબતે બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના બની હતી. અને આ મામલે પોલીસે સામસામી ફરીયાદ નોંધી કાર્યવાહી કરી છે. વિગતો મુજબ ચરખડી ગામે રહેતા ભાનુબેન જીતુભાઇ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં સુજલ મિયાંત્રા, ખુશ્બુ મિયાત્રા, પાલુબેન મિયાંત્રા, પુજાભાઇ મિયાંત્રા તથા પુજાબેનનું નામ આપી જણાવ્યું હતું કે,તેનો પુત્ર પાર્થ ઘર પાસે હતો ત્યારે રમણીકભાઈનો કૂતરો તેને કારડવા જતાં ભાનુબેને કુતરાને તગડયો હતો.
આ મામલે ડખ્ખો થતાં આરોપીઓએ લોખંડના પાઈપ વડે માર માર્યો હતો. અને સામા પક્ષે પાલુબેન પુંજાભાઈ મિયાત્રાએ ભાનુબેન રાઠોડ તથા જીતુભાઇ રાઠોડ સામે તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે,આરોપીનો પુત્ર પોતાના ઘરે નગ્ન થઈ ગાળો બોલતો હોય જેથી પાલુબેનનો પૌત્ર સુજલ સમજાવવા જતા આરોપીઓએ ફરીયાદી અને ફરીયાદીના પૌત્ર તથા પુત્રવધુ સાથે ઝપાઝપી કરી મારમાર્યો હતો.જેથી બંને મામલે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.