વોઇસ ઓફ ડે રાજકોટ
શહેરમાં વાવડી પાસે આવેલી વિશ્ર્વકર્મા સોસાયટીમાં કચરો નાખવા મુદે પિતા-પુત્ર પર પડોશમાં રહેતા બે દંપતિએ પથ્થરોથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્રને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને આ મામલે તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે.
વિગત મુજબ વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતા રાજુભાઈ રામાશંકર મલાલ (ઉ.34) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપીમાં સીતારામ બિનાયક, ઉર્મિલા સીતારામ, ચૈત અને તુલસી ચૈતનું નામ આપતા જણાવ્યું હતું કે, તેમના પત્ની ઘર પાસે કચરો નાખવા ગયા ત્યારે આરોપીઓએ કચરો નાખવા બાબતે માથાકૂટ કરી હતી.જેથી ફરિયાદી રાજુભાઈ અને તેમનો પુત્ર દોડી ગયા હતા.તે સમયે આરોપી દંપતીએ પથ્થરો વડે તેમના પર હુમલો કરી માર મારતા રાજુભાઈ અને તેમના પુત્રને હાથ તથા માથામાં ઇજા પહોંચી હતી. જેથી હોસ્પિટલમાં સારવારમાં ખસેડયા હતા.હાલ તાલુકા પોલીસે ગુનો નોંધી બંને દંપતીની અટકાયત કરવાની કાર્યવાહી હાથધરી છે.