વોઇસ ઓફ ડે રાજકોટ
તસ્કરોએ ચોરી કરવામાં હવે અબોલા જીવને પણ મૂકયા નથી. છાશવારે પશુ ચોરીના બનાવ સામે આવતાં હોય છે. ત્યારે ગોંડલના રાણસીકી ગામની સીમમાંથી ખેડૂતની રૂ.1.60 લાખની બે ભેંસની થતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
વિગત મુજબ ગોંડલના રાણસીકી ગામે પ્રાથમિક શાળાની બાજુમાં રહેતાં ભાવેશભાઈ પોપટભાઈ પાનસુરીયા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખેતી તથા પશુપાલન કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમને રાણસીકી ગામે દેરડી રોડ ઉપર છ વિધા અને પાંચ વિઘા જમીન મેધા પીપળીયા ના રોડે આવેલ છે. તેમની પાસે બે ભેંસો હતી. બન્ને ભેંસ ગામમાં બાંધવા માટે ઘરે જગ્યા ન હોય જેથી વાડીએ બાંધી હતી. ત્યારે આ ભેંસ તેમણે વાડી જોવા ન મળતા આજુબાજુના ગામમા અને જુદી-જુદી જગ્યાઓએ તપાસ કરતા ભેંસ મળી આવી ન હોય જેથી રૂ.1.60 લાખની બે ભેંસ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ફરિયાદ સુલતાનપુર પોલીસમાં કરતાં પોલીસ ગુનો નોંધી ભેંસ ચોરનાર તસ્કરની શોધખોળ હાથ ધરી છે.