ગૌહત્યા કેસમાં બે આરોપીને ૭ વર્ષની સજા અને 1 લાખનો દંડ
અમદાવાદ સિટી સિવિલ એન્ડ સ્ટેશન કોર્ટે ગૌહત્યાના કેસ મામલે બે આરોપીઓને સાત વર્ષની સજા ફટકારી છે અને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
વર્ષ 2023 માં અમદાવાદના સરદારનગર પોલીસ મથકે ગૌહત્યાના મામલે આરોપી ઇમરાન અને મોસીન શેખ સામે પશુ સંરક્ષણ અધિનિયમ 1954 તેમજ ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી એનિમલ એક્ટ ની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ ચાલી જતા સીટી એન્ડ સિવિલ સેશન્સ કોર્ટે આ બંને આરોપીઓને સાત સાત વર્ષની સજા ફટકારી છે. સાથે સાથે આ બંને આરોપીઓને એક લાખ રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો 6 માસની સજા કરવામાં આવશે.
આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌરક્ષણને લઈને આજે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, ‘અમે ગૌરક્ષા કરવાના ફક્ત દાવા કરતા નથી પરંતુ ગૌરક્ષા કરવાના અમારા સંકલ્પને પૂર્ણ પણે ચરિતાર્થ પણ કરીએ છીએ.’ “ગુજરાતમાં અમે ફક્ત ગૌ હત્યારાઓની ધરપકડ નથી કરતા પરંતુ તેમને સજા મળે ત્યાં સુધી લડત આપીએ છીએ. ઇમરાન શરીફ મોસીન ઉર્ફે બકરા શરીર શેખને સાત વર્ષની સજા આપવામાં આવી છે”
હર્ષ સંઘવીએ ગૌરક્ષા મામલે સિટી સિવિલ એન્ડ સ્ટેશન કોર્ટના ચુકાદાને વધાવતા કહ્યું કે, ‘અમદાવાદ કોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય છે. અમે ગાયના રક્ષણ માટે મક્કમ છીએ. ગુજરાતમાં ફક્ત ગાયના હત્યારાઓને પકડતા નથી પરંતુ જેલ સજા મળે ત્યાં સુધી કામ કરીએ છીએ.’