જામકંડોરણાના પાદરિયા ગામે કરુણાંતિકા : તળાવમાં ડૂબી જતા 2 સગા ભાઈ સહીત 3 બાળકના મોત, પરિવાર પર આભ તૂટી પડ્યું
રાજ્યમાં અવાર-નવાર નદી, તળાવ કે કેનાલમાં ડૂબી જવાની ઘટના સામે આવતી હોય છે.ખાસ કરીને ચોમાસામાં આવી ઘટનામાં વધારો થાય છે ત્યારે આજે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત નિપજ્યા છે. સવારમાં નાહવા ગયાં અને ડૂબી ગયાં હતા ત્યારે તરવૈયાઓએ બે સગા ભાઈ સહિત ત્રણેય મૃતદેહ બહાર કાઢતા પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : મહાજૂઠપાલિકા : રાજકોટમાં મણકા ખસી જાય તેવા રસ્તા છતાં સરકારને કહ્યું, અમે કામ પૂરુ કર્યું !
શું છે સમગ્ર ઘટના?
મળતી વિગતો અનુસાર આ ઘટના રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના પાદરા ગામની છે જયાં ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારના બાળકો તળાવમાં નાહવા ગયા હતા અને અચાનક ડૂબી જતા 2 સગા ભાઈ સહીત 3 બાળકો અકાળે અવસાન પામ્યા છે. બાળકો ડૂબી ગયાં હોવાની જાણ થતાં ગામના સરપંચ અને સ્થાનિક તરવૈયાને થતા તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમના દ્વારા તેમના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.હાલ તેમના મૃતદેહોને જામકંડોરણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ભારે કરી! રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટેન્ડર ન મળતા ધોબી રૂ.30 લાખના કપડાં લઈ ગયો
મૃતકોની યાદી
ભાવેશ ડાંગી (ઉં.વ.6),
હિતેશ ડાંગી (ઉં.વ.8)
નિતેશ માવી (ઉં.વ.7)નો સમાવેશ થાય છે.
જેમાંથી ભાવેશ ડાંગી અને હિતેશ ડાંગી બંને સાગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : રાજકોટનાં ટેક્સ પ્રેક્ટિસનરને ત્યાંથી 150 લોકોનાં નામ મળ્યાં! પગારદાર કરદાતાઓને સમન્સ
આ દુર્ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. હાલ ત્રણેય મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક જ પરિવારના બે બાળકોના સહીત ત્રણ બાળકોના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.