- માળીયાહાટીના કાલીભંડા ગામનો બનાવ : એક તરફી પ્રેમી બીભસ્ત ફોટા મોકલી હેરાન કરતો હોવાથી એસિડ પીધું : રાજકોટ સારવારમાં દમ તોડ્યો
માળીયાહાટીના કાલીભંડા ગામે રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી છાત્રાને ઇન્સ્ટાગ્રામ ધરાર પ્રેમી બિભત્સ ફોટા મોકલી ત્રાસ આપતો હોવાથી કંટાળી સગીરાએ એસિડ પી લેતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા અહી તેનું મોત નીપજ્યું છે.
વિગત મુજબ માળિયા હાટીના તાલુકાના કાલીભંડા ગામે રહેતી યશવંતીબેન નયનભાઈ સોલંકી નામની 15 વર્ષની સગીરા બે દિવસ પૂર્વે પોતાના ઘરે હતી ત્યારે સાંજના સમયે એસિડ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે જુનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેનું અહી મોત નીપજ્યું હતું.પ્રાથમિક પૂછપરછમાં મૃતક યશવંતીબેન એકના એક ભાઈની એક બહેન હતી અને ધો.11 માં અભ્યાસ કરતી હતી. તેની માતા રસીલાબેનના મોબાઇલમાં ઇન્સ્ટા આઈડી બનાવ્યું હતું જે ઇન્સ્ટાગ્રામમાં એક યુવાન બીભત્સ ફોટા મોકલી મળવા માટે ધાક ધમકી આપતો હોવાથી તેણીએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવતા પોલીસે કાર્યવાહી કરી છે.