રાજકોટના કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે રહેતા રિક્ષા ચાલક ગાંધીગ્રામ વિસ્તારમાં હતા ત્યારે તેમની રિક્ષા નીચે ફટકડો સળગાવી એક શખસે નાખ્યો હતો.બાદમાં બોલાચાલી કરીને ચાલકને માર મારતા પોલીસે ગુનો નોંધ્યો છે.
વિગત મુજબ કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે વીર સાવરકર ટાઉનશીપ આવાસ ક્વાર્ટરમાં રહેતાં સંજયભાઈ કાળુભાઇ ચાવડા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપીમાં એક્સેસ બાઈક ચાલકનું નામ આપી જણાવ્યું હતું કે,ગાંધીગ્રામ જીવંતીકા નગર શેરી નં.02 મા રહેતા ભાઈના ઘરે હતા અને રાત્રીના સાડા બાર વાગ્યાની આસપાસ તેઓ તેના પુત્ર અને ભાભી મીનાબેન સાથે તેમની પાસે રહેલ ઓટો રીક્ષામાં પોતાના ઘરે જતા હતા ત્યારે ગાંધીગ્રામ શેરી ન.04/અ ના ખુણે એક અજાણ્યો વ્યક્તી રોડ પર ફટાકડા ફોડતો હોય અને તેઓ ત્યાથી પસાર થતા તેણે ફટાકડો સળગાવી રિક્ષા નીચે ઘા કરેલ હતો. જેથી તેઓએ રીક્ષાની બ્રેક મારી ઉભી રાખી દિધેલ હતી.જે બાબતે ઝગડો કરી આરોપીએ કડા વડે માર મારતા