ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ ગુજરાતી છવાયા : રવિન્દ્ર જાડેજાએ ફટકાર્યો વિનિંગ શૉટ ; જાડેજા-પંડ્યા-અક્ષરની ત્રિપુટીનું જબરદસ્ત પર્ફોમન્સ
140 કરોડ ભારતીયોનું 2023ના વન-ડે વર્લ્ડકપમાં દિલ તૂટી ગયું હતું કેમ કે ફાઈનલ મુકાબલામાં ઑસ્ટે્રલિયા સામે ભારતનો પરાજય થયો હતો. આ ગમને ૧૯ નવેમ્બર-૨૦૨૩માં રોહિતસેનાએ આફ્રિકાને હરાવી ટી-૨૦ વર્લ્ડકપ ઉપર કબજે કર્યો હતો. જ્યારે બાકીની કસર ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫માં પૂર્ણ કરી હતી. દુબઈ ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ પર ન્યુઝીલેન્ડને કારમો પરાજય આપી ભારતે સાબિત કર્યું હતું કે ક્રિકેટનું કિંગ ભારત જ છે.
Allrounding TRIO for Indian Cricket Team ❤️🇮🇳
— Sports Lab (@SportsLab18) March 9, 2025
Axar × Hardik × Jadeja pic.twitter.com/xPb3mAREtI
આ મેચમાં ટોસ જીતી ન્યુઝીલેન્ડે પહેલાં બેટિંગ કરતાં સાત વિકેટે ૨૫૧ રન બનાવ્યા હતા. એક સમયે ન્યુઝીલેન્ડે ઝડપી શરૂઆત કરતાં તે મોટો સ્કોર બનાવશે તેવું લાગી રહ્યું હતું પરંતુ રોહિત શર્માએ વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ સહિતના સ્પીનરને મેદાને ઉતારી તેની રફ્તાર ઉપર બ્રેક લગાવી હતી. ન્યુઝીલેન્ડ વતી વિલ યંગે ૧૫, રચિન રવિન્દ્રએ ૩૭, કેન વિલિયમસને ૧૧, ડેરિલ મીચેલે ૬૩, લાથમે ૧૪, ગ્લેન ફિલિપ્સે ૩૪, માઈકલ બ્રેસવેલે ૫૩, સેન્ટનરે આઠ રન બનાવ્યા હતા.
ત્રણ ગુજરાતીઓ છવાયા
ભારતની આ જીતમાં આખી ટીમનો મહત્વનો ફાળો રહ્યો હતો પરંતુ એમાં પણ ત્રણ ગુજરાતીઓએ મોટું યોગદાન આપ્યું હતું. અક્ષર પટેલ આખી ટુર્નામેન્ટમાં બોલિંગ અને બેટિંગમાં ટીમ માટે મદદરૂપ સાબિત થયો હતો. ફિલ્ડિંગમાં પણ તેણે કેટલાક શાનદાર કેચ ઝડપ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ ટુર્નામેન્ટમાં 5 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ સેમિ ફાઇનલમાં યાદગાર દેખાવ કર્યો હતો અને ફાઇનલમાં પણ તેણે ઝડપથી રન બનાવી ટીમ પરથી દબાણ ઓછું કરી આપ્યું હતું. આમ ગુજરાતીઓના ઓલરાઉન્ડ દેખાવના સહારે ટીમ ઈન્ડિયા 12 વર્ષ પછી ફરીથી ચેમ્પિયન્સ ટ્રોફી ઊંચકી શકી છે.
ટ્રોફી મળ્યા બાદ ત્રણેય ગુજરાતી ખેલાડીઓએ મેદાન પર બેસી જઈને ફોટો પડાવ્યો હતો. હાર્દિક, અક્ષર અને જાડેજા સફેદ બ્લેઝરમાં મેદાન પર બેસી ઉજવણી કરતાં દેખાયા હતા. તેઓની સાથે શુભમન ગિલ પણ જોડાયો હતો. રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા અને દીકરી નિધ્યાના સાથે ફોટો પડાવ્યો હતો. વિકેટકીપર ઋષભ પંત પણ જાડેજાની દીકરી સાથે રમતો જોવા મળ્યો હતો.

ગુજરાતીએ ફટકાર્યો વિનિંગ શૉટ
અગાઉ T20 વર્લ્ડકપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવરમાં 16 રન ડિફેન્ડ કર્યા હતા. તેણે સાઉથ આફ્રિકા સામેની ફાઇનલ મેચમાં પણ ત્રણ વિકેટ ઝડપી હતી. હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં રવિન્દ્ર જાડેજાએ વિનિંગ ચોગ્ગો ફટકાર્યો હતો. આમ ગુજરાતીઓ કોઇક રીતે ભારતની જીત સાથે જોડાયેલા રહ્યા છે.